સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા તા.૧૭/૦૨/૨૦૨૩ ના રોજ પ્રથમવર્ષ બી.એચ.એમ.એસ. વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ નવા વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આચાર્ય ડૉ. જ્યોતિ રાવએ સરસ્વતી વંદના અને દીપ પ્રાગટય બાદ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડૉ.અજયભાઈ દેસાઈએ ટ્રસ્ટની સમગ્ર પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. શ્રી દક્ષેશભાઈ શાહએ વહીવટી કાર્યવાહી અંગે માહિતી આપી હતી. ડૉ. ભાવિન મોદીએ કોલેજ અને શૈક્ષણિક અભ્યાસક્રમ રજૂ કર્યો. ડૉ. મીના કાલરાએ કાળીદાસ હોસ્પિટલ અને તેની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો. ડૉ. સ્વપ્નિલ ખેંગારે કોલેજની રમત-ગમતને લગતી પ્રવૃત્તિઓ રજૂ કરી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઝલક બતાવી. ડૉ.ઘનશ્યામ રાવલએ અદ્ભુત પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. ચતુર્થવર્ષ બી.એચ.એમ.એસ. કોલેજની વિદ્યાર્થીની પ્રિયંકા ઉપાધ્યાયને તેણીની સહ અભ્યાસક્રમની સિધ્ધિઓ બદલ કોલેજ અને ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. ડૉ.ધ્રુણી ગવળીએ આભાવિઘે કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. અંજલી સિંઘીએ કર્યું હતું. કોલેજના પ્રિન્સિપાલે ઈવેન્ટની ભવ્ય સફળતા માટે કોલેજના સહાયક સ્ટાફ સહિત તમામ પ્રવૃત્તિ સમિતિના સભ્યોની પ્રશંસા કરી હતી.
કોલેજ દ્વારા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ સભ્યો માટે નાસ્તો અને બપોરના ભોજનની વ્યવસ્થા કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના આચાર્ય શ્રીમતિ ડૉ. જયોતિ રાવના માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.