તાપી જિલ્લા કક્ષા તકેદારી સમિતિ અને લાંચરૂશ્વત વિરોધી બેઠક ગુજરાત તકેદારી આયુકતશ્રી સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને યોજાઇ

Contact News Publisher

વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા તકેદારી આયુકત શ્રીમતિ સંગીતાસિંહ
…………………..
માહિતી બ્યુરો, તાપી તા.૧૭ તાપી જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની રચના અને તેની કામગીરી અંગે તકેદારી આયુકતશ્રી સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેની ઉપસ્થિતીમાં કલેકટ૨ કચેરી તાપીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.જેમાં લાંચરૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની કામગીરી અંગે જરૂરી વિગતો સહ સૂચનાઓ આપવામાં આવી હતી.

તકેદારી આયુકત શ્રીમતિ સંગીતાસિંહ દ્વારા વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામસભર બનાવવા સૂચનો કરાયા હતાં.બેઠકમાં પડતર પ્રશ્નોની સમીક્ષા, વસુલાતની સમીક્ષા,એસીબી તરફથી રજુ થયેલ કેસોની સમીક્ષા,પેન્શન કેસોની સમીક્ષા, માહિતી અધિનિયમ, સી. એમ.ડેશબોર્ડ સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાંતેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. કોઈ પણ કેશને ઓછામાં ઓછા 3 માસની અંદર યોગ્ય કાર્યવાહી કરી તેનો નિકાલ કરવા તથા જે વિભાગ સામે આક્ષેપ કે ફરિયાદ નોંધાયેલ હોય તો તપાસ તેની ઉચ્ચ કક્ષાએથી થવી જોઇએ જેથી કરીને તપાસ કાર્ય દુષિત ન થાય અને સમગ્ર તપાસ કામગીરી સફળ બને એમ જણાવ્યું હતું. આ સિવાય તેમણે ભ્રષ્ટાચાર નિવારણ સંદર્ભે જિલ્લાના નાગરિકો વધુ જાગૃત બને તે મુજબ પ્રચાર-પ્રસાર કરવા સુચનો કર્યા હતા.

કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેએ તમામ કેસોમાં સંલગ્ન વિભાગો તથા કઇ-કઇ યોજનાઓમાં આ પ્રકારના ગુનાઓ બન્યા છે તે અંગે માહિતી મેળવી આ પ્રકારના ગુના બનવા અંગે પેટર્ન જાણવા વિસ્તૃત માહિતી રજુ કરવા સંબંધિત વિભાગોને જણાવ્યું હતું.

આ ઉપરાંત બેઠકમાં ગુજરાત તકેદારી આયોગ દ્વારા મોકલવામાં આવેલ કેટેગરી એ,બી,સી, મુજબનાં કેસો તથા લોકો તરફથી મળેલ ફરિયાદો પડતર કેસો, વહીવટી કચેરીઓમાં કેટેગરી વાઇઝ ફરીયાદ રજીસ્ટર નિભાવવા બાબત, તમામ કચેરીઓમાં લાંચ રૂશ્વતને લગતી ફરિયાદો માટેના બોર્ડ નિભાવવા, પડતર વિજીલન્સ કેસોનો ઝડપી નિકાલ કરવા અંગે, એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં મળેલ તપાસ અરજીઓની અને ખાતાકીય તપાસના કેસોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે. વલવી, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ , નાયબ વનસંરક્ષકશ્રી પુનિત નૈયર, પ્રયોજના વહીવટદારસુશ્રી અંકિતા પરમાર, પ્રાંત અધિકારીશ્રી જય કુમાર રાવલ, નાયબ કલેકટર-1 તૃપ્તિ પટેલ, માર્ગ અને મકાન વિભાગના મનીષ પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ. એસ. લેઉઆ, જિલ્લા શિક્ષણાધિકારી ધારા પટેલ, મદદનીશ નિયામક એ.સી.બી સુરત શ્રી ચૌધરી સહિત અન્ય સંબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other