વ્યારામાં ડો. હેડગેવાર સ્મૃતિ સેવા દ્વારા ભસ્તી ફળિયામાં પાઠ દાન કેન્દ્ર ની શરૂઆત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ- સુરત દ્વારા ભસ્તી ફળીયા સેવા વસ્તીમાં વસંત પંચમીના દિનથી સ્થાનિક વિસ્તારના શાળામાં અભ્યાસ કરતા, આર્થિક રીતે ગરીબ બાળકો માટે પાઠ દાન કેન્દ્ર ( મફત ટ્યુશન) શરૂ કરવામાં આવ્યા છે. આંગણવાડીમાં નગર પાલિકાના સહયોગથી શરૂ થયેલા પાઠ દાન કેન્દ્ર ની શરૂઆત અર્થે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત આરએસએસના નવસારી વિભાગ માર્ગ પ્રમુખ રાહુલભાઇ સિમ્પીએ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો તથા નગર પાલિકા સભ્ય કલ્પેશભાઈ ઢોડિયા તથા કલાની કેતન સંસ્થાના સંચાલક કેતનભાઈ શાહે પણ જયારે જરૂર હોય ત્યારે સહયોગ આપવાનું જણાવ્યું હતું. સ્થાનિક સંસ્થાના આગેવાન મયંકભાઇ પટેલ તરફથી પાઠ દાન કેન્દ્રમાં બાળકોને અભ્યાસ કરાવવા બ્લેક બોર્ડ અર્પણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં તાપી જિલ્લા સેવા પ્રમુખ જીતેન્દ્રભાઈ ચૌહાણ, વ્યારા તાલુકા કાર્યવાહ જયેશ ભાઈ ચૌધરી, વ્યારા સેવા પ્રમુખ રાજેશ ભાઈ ચૌહાણ, નગર કાર્યવાહ હિમાંશુભાઈ પાટીલ, સેવિકા સમિતિ ના નિમિષા બેન ભાવસાર, સ્થાનિક નગર પાલિકા રીનાબેન પટેલ, મહિલા આગેવાન દિપાલીબેન પાટીલ, કીર્તિબેન અણમોલા સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચલન સંચાલન અધિવકતા જીગ્નેશ ભાઈ પાટીલે કર્યું હતુ. કાર્યક્રમના અંતે ભારત માતાનું પૂજન કરી આરતી કરવામાં આવી હતી.