૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ થી તાપી જીલ્લામાં મહા આંદોલન (નાગરિક સંગ્રામ)

Contact News Publisher

” ફરી એકવાર હું રોમેલ સુતરિયા ભારતનો નાગરિક જાતે ધરણાં ઉપર બેસવા આપના આંગળે આવી રહ્યો છું “

 તાપી જીલ્લામાં ગેરકાયદેસર ખનન સંબંધિત કોઈપણ પ્રકારની આપની ફરિયાદ કે સમસ્યા હોય તો આપ અમને માહિતી આપી શકો છો અથવા સાથે જોડાઈ શકો છો.તાપી જીલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખાણકામ, પ્લાન્ટ વિરૂદ્ધ વર્તમાન ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ બાદ આંદોલન શરૂ કરવામાં આવનાર છે.સાથે જ પોન્ઝી ચિટફંડ પિડીતોને ન્યાય તેમજ અન્ય સમસ્યાઓ નો સમાવેશ કરવામાં આવશે.

આ Open to All Platform રહેશે રાજકીય પક્ષો ની ગુલામી છોડી લોકોના હક અધિકાર માટે સંઘર્ષ કરવા ઈચ્છતા નાગરિકો નો આવાજ છે.

તાપી જીલ્લામાં આંદોલન ની શરૂઆત કર્યા બાદ જ્યાં સુધી પ્રશ્નો ના નિરાકરણ કરવામાં આવે નહીં ત્યાં સુધી જેલમાં બેસવાની તૈયારી સાથે જોડાશો.

આપ ના જોડાઈ શકો તો પણ આપના માટે સમ્માન છે આપ જે કામ કરો છો તે મહત્વનું છે દરેક વ્યક્તિ જેલમાં બેસવાનું , જીવ ગુમાવવા અને મારા ખાવાની , પરિવારથી દૂર રહી અહિંસક લડત નથી કરી શકતા દરેક ની મર્યાદા છે તે અમે સમજીએ છીએ માટે આપનું પણ સન્માન કરીએ છીએ આપ પ્રગતિ કરતા રહો.અમે આપ સહુનો આવાજ મજબૂત બનાવવા પ્રયત્ન કરીશું.

જેમાં મુખ્ય મુદ્દા

(૧) ગૌચર જમીનમાં ફાળવવામાં આવેલ ખાણકામ તત્કાલ બંધ કરી ગેરકાયદેસર પ્લાન્ટ તેમજ જમીનો સરકાર હસ્તક લેવામાં આવે.

(૨) તાપી જીલ્લા માું સ્ટેટ તિજજલન્સ દ્વારા તટસ્થ રીતે પરતમટ અપાયેલ તિસ્તાર ન ુ ઇંસ્પેકસન ,
મ દત/જથ્થાને ધ્યાને રાખી રોયલ્ટી પાસ , જન સ્લીપ , ખોદકામ માપણીના આધારે ન્યાતયક તપાસ સરકારી નહીં પરુંત પોતાની તિજોરીની ચિંતા કરતા ભ્રષ્ટ અતધકારીઓ સામે સરકારની તિજોરી ને નુકશાન પહોંચાડવા , કાયદો વ્યવસ્થા , નિયમો નેવે મુકી સત્તા નો દુરઉપયોગ કરવા માટે ભ્રષ્ટ હોય તેવા તમામ અધિકારીઓ સામે નોંધપાત્ર દાખલો બેસે તેમ તથા ઈમાનદાર અધિકારીયો ને પ્રોત્સાહન મળે તે માટે કડક પગલા ભરવામાં આવે બાબત.

(૩) પોન્ઝી ચિટફંડ પિડીતોને તત્કાલ કોરપસ ફંડની જાહેરાત કરી તેમના નાણાં પરત કરવા કાર્યવાહી કરવામાં આવે.

(૪) વન અધિકાર અધિનિયમ ૨૦૦૫/૬ અંતર્ગત જંગલ જમીન ખેડનારા તાપી જીલ્લાના દરેક આદિવાસી ખેડૂતો ને તત્કાલ માપણી કરી અધિકાર પત્ર ફાળવવામાં આવે.

(૫) શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. ના સંચાલકો દ્વારા લેવામાં આવેલ શેરડીના જથ્થા ના ભાવ કરતાં ઓછાં નાણાં ચુકવી નાણાં હેતું ફેર કરી ખેડૂતો સાથે કરેલ અન્યાય સામે તપાસ તેમજ ખેડુતોને ન્યાય માટે તેમના હક ના નાણાં ઝડપથી પરત કરવામાં આવે.

(૬) માંડળ ટોલનાકા ઊપર તાપી જીલ્લાના રહીશો પાસેથી વસૂલવામાં આવતા ગેરકાયદેસર નાણાં લેવાનું તત્કાલ બંધ કરવામાં આવે.

આવા આપના દરેક પ્રશ્નો , સમસ્યાઓ આપ અમારા સુધી પહોચાડી શકો છો.

ઉપરોક્ત મુદ્દાઓ ના નિરાકરણ માટે નક્કર પરિણામ મળે નહીં ત્યાં સુધી અચોક્કસ મુદ્દતના ધરણાં અને જરુર પડીએ જેલ ભરો આંદોલન ની દિશા માં આગળ વધીશું.

બંધારણીય મર્યાદાઓ તેમજ અહિંસક રીતે આ “નાગરિક સંગ્રામ” માં આપ સહુ આપના સ્તરે થી સમર્થન કરતા રહેશો.

 

રોમેલ સુતરિયા
(રાજકીય કર્મશીલ)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other