ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટી જતા આમ આદમી પાર્ટી નિઝર દ્રારા આવેદનપત્ર અપાયું
(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર): આજ રોજ તાપી જિલ્લાના નિઝર/કુકરમુંડા તાલુકાના મામલતદાર મારફતે માનનીય મુખ્યમઁત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલને આમ આદમી પાર્ટી નિઝર દ્રારા આવેદનપત્ર આપી અનેક માંગણીઓ કરવામાં આવેલ છે. તારીખ:૨૯/૦૧/૨૦૨૩ના રોજ યોજનારી ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરવામાં આવેલ હોય અને વિદ્યાર્થીઓ વર્ષોથી ક્લાર્કની પરીક્ષા માટે તયારી કરી હોય, પરીક્ષા માટે દરેક વિદ્યાર્થીઓ પુસ્તકો વેચાતા લીધા હશે?વાહન કરીને પરીક્ષા આપવા માટે ગયા હશે?દરેક વિદ્યાર્થીઓ મળીને ઓછામાં ઓછા ૫૦,૦૦૦/રૂપિયાનો ખર્ચ કર્યો હશે? અને વિદ્યાર્થીઓને ખબર પડે કે પેપર એક દિવસ અગાઉ પેપર ફૂટી જાય તો વિદ્યાર્થીઓનું ભવિષ્યનું શું? આ પ્રશ્ન સરકારી તંત્ર પર ઉઠી રહ્યો છે?વારંવાર પેપર ફૂટવુ, પરીક્ષા રદ થવું અને દર વખતે નાના નાના ગુનેગારોને પકડીને રૂટિન કામની જેમ પૂરું કરી દેવું એ શું દર્શાવે છે? ખુબજ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની જનતાએ ભરોસાની ભા.જ.પ સૂત્ર પર વિશ્વાસ મૂકીને જે જંગી બહુમતી સરકારને આપી એ ભરોસા પર આપની સરકાર ખરી નથી ઉતરી?(૧) અત્યાર સુધી ફૂટેલા તમામ પેપર માટે કેટલા અને કોન કોન લોકો પકડાયા એની વિગતો જનતા સામે મુકવવામાં આવે. (૨) હાલના બનાવ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્પેશિયલ ઈ-વેસિટગેશન ટીમની રચના કરવામાં આવે. (૩) અત્યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એકજ કોર્ટમાં લાવી રોજ રોજના ધોરણે સુનવણી કરી કેસો સમયમર્યાદામાં પુરા કરવામાં આવે(૪) હાલની ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોને થયેલા નુકસાન માટે દરેકને રૂપિયા ૫૦,૦૦૦/વળતર આપવામાં આવે. (૫) સરકારી પ્રેસ હોવા છતાં કોના ઇસારે પેપરો ખાનગી પ્રેસોમાં છપાવવામાં આવે છે. તેની પણ તપાસ કરવામાં આવે અને હવે પછી એક પણ પેપર ખાનગી પ્રેસમાં ના છપાય તેવી જોગવાઈ કરવામાં આવે. (૬) વિધાનસભામાં આગામી સત્રમાં ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફૂટવાના સંદર્ભેમાં આકારી સજાની જોગવાઈઓ કરતો કાયદો લગાવવામાં આવે જેથી રોજ રોજ પેપર ફૂટવાના દુષણને નિરાકરણ લાવી શકાય? આમ આદમી પાર્ટી દ્રારા ચમકી પણ ઉચ્ચરવામાં આવેલ છે કે જો સરકાર આ મુદ્દા પર જરૂરી પગલાં નહીં ભારે તો આગામી દિવસોમાં યુવક જાગૃત માટે અને ગુનેગારોને સજા આપવામાં માટે એક જવાબદાર રાજકીયપક્ષ તરીકે આમ આદમી પાર્ટી દ્રારા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે?