રાજપીપળાની પરિણીતા સાથે પતિદેવ અને સાસરિયાનો ત્રાસ

Contact News Publisher

દહેજમાં ફોર વીલર ગાડીની માંગણી કરી

પત્ની ને ગાળો આપી મારઝૂડ કરતાં પતિદેવ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ

(જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપલા)  :ગોરવા, વડોદરા સાસરીમાં રહેતી રાજપીપળાની પરિણીતા સાથે પતિદેવ અને સાસરિયાઓ દ્વારા મારઝૂડ કરી દહેજમાં ફોરવિલ ગાડી ની માગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધાઇ છે.

જેમાં ફરિયાદી હિરલબેન યુવરાજભાઇ રોહિતે આરોપીઓ પતિ યુવરાજભાઇ નરસીભાઇ રોહિત , નરસિંહભાઈ મગનભાઈ રોહિત , વિદ્યાબેન નરસિંહભાઈ રોહિત એમની સામે રાજપીપળા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે

ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી નીરલ બહેનના લગ્ન થયા પછી તેના પતિ તેમજ સાસરીયાઓના દ્વારા અવારનવાર મેણાંટોણા મારી ગાળાગાળી કરી મારઝુડ કરતા હતા. અને ફોરવીલર એમજી હેક્ટર ગાડી લઇ આપ એવી દહેજની માંગણી કરીહતી . એટલું જ નહીં પણ સાસરિયામાં રહેવા માટે કેટલીક આકરી શરતો પણ રાખી હતી અને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં રાજપીપળા પોલીસે આરોપીઓ સામે દહેજ અટકાયત અધિનિયમ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *