મિસ્ટર તાપી અને બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું વ્યારા ખાતે ભવ્ય આયોજન : નિતેશ ગોસ્વામી એ જીતી મિસ્ટર તાપીની ટ્રોફી
તાપી જિલ્લામાં સ્ટ્રેંથ બોડી બિલ્ડીંગ એસોસિએશન તાપી દ્વારા મિસ્ટર તાપી 2023 ચેમ્પિયનશિપ નું ભવ્ય આયોજન વ્યારા ખાતે કરવામા આવ્યું હતું ,જેમાં ૧૦૦ જેટલા બોડી બિલ્ડરો એ વિવિધ કેટેગરી મા પોતાનો દમ બતાવ્યો હતો.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજનું યુવાધન સોશિયલ મીડિયા સાથે વિવિધ વ્યસનોમાં અટવાયેલું જોવા મળી રહ્યું છે, ખોટી સંગત અને જીવનમાં યોગ્ય દિશા અને ધ્યેયના અભાવના કારણે આજનું યુવાધન ચાય સુઠા બારમા, અને સિગરેટ ગાંજો દારૂ અને ડ્રગ જેવા વ્યસનો માટે આવીને પોતાનું જીવન બરબાદ કરતું જોવા મળી રહ્યું છે. ત્યારે આવા યુવાનોને મજબૂત શરીર થકી મજબૂત રાષ્ટ્રના નિર્માણ તરફ વાળવા માટે તાપી જિલ્લામાં મિસ્ટર તાપી અને બોડી બિલ્ડિંગ સ્પર્ધા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લાના ઓરેન્જ ફિટનેસ ક્લબ તથા સામર્થ ફિટનેસ હબ સાથે સ્ટ્રેથ બોડી બિલ્ડીંગ એસોસિએશન તાપી દ્વારા આજરોજ તાપીના યુવાને બોડી બિલ્ડિંગ ક્ષેત્રમાં આગળ વધવા ની પ્રેરણા સાથે મિસ્ટર તાપી 2023 ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવ્યું હતું આ વ્યારા એપીએમસી માર્કેટના ચેરમેન પ્રવીણભાઈ ગામીત તથા તાપી પોલીસ અને એસ.ઓ જી. પી.આઈ સિરસાઠ સાહેબ દ્વારા ખેલાડીઓ ને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું ,કાર્યક્રમમાં જજ ની સેવા આપનાર જીતેન્દ્રભાઈ ત્રિપાઠી નેશનલ જજ ,ચેતનભાઇ મોદી રેફરી, ચૌધરી સર તેઓ પણ નેશનલ જજ સાથે વિષ્ણુભાઈ ગજીવાલા જજ તરીકે સેવા આપી હતી.જેમાં સિનિયર વિભાગમાં મિસ્ટર તાપી તરીકે નિતેશ ગોસ્વામી વિજયની વળ્યા હતા.અને સોનગઢ નગરપાલિકા જેમનું નામ રોશન કર્યું હતું.તાપી જિલ્લાના વિવિધ જીમ ટ્રેનરોએ પોતાના બોડી બિલ્ડરોને આ સ્પર્ધા માટે તૈયાર કરી પ્રશાસનીય કાર્ય કર્યું હતું.
Hi! Just wondering- what template did you use for your website? I want to use it on my blog at https://garminexpress.global