સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા પ્રજાસત્તાક દિવસ અને વસંત પંચમીની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા ૭૪મો પ્રજાસત્તાક દિવસ અને વસંત પંચમીની એકસાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ધ્વજ ફરકાવવા માટે તમામ આમંત્રીતો કોલેજ કેમ્પસમાં એકઠા થયા હતા. ચતુર્થવર્ષ બી.એચ.એમ.એસ.ના વિદ્યાર્થી આકાશ હિંગુ એ મુખ્ય મહેમાનને કૂચ કરી ઘ્વજ તરફ દોરી ગયા હતા. સંસ્થાના ટ્રસ્ટી માનનીય શ્રી દિનેશભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ દિવસના મુખ્ય અતિથિએ ટૂકું દેશભક્તિનું ભાષણ આપ્યું હતું. ત્યારબાદ ચતુર્થવર્ષ બી.એચ.એમ.એસ.ની વિદ્યાર્થીની પિનલ ચૌધરી એ ‘‘સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતિ નાયકોનું યોગદાન” વિષય પર પ્રેરણાદાયી વકતવ્ય આપ્યું હતું. ત્યારબાદ આચાર્ય ડૉ. જયોતિ રાવ વતી ડૉ. ભાવિન મોદી એ ડૉકટરો અને વિદ્યાર્થીઓને સંબોઘતા કહયું કે દેશની સુઘારણા માટે વધુને વધુ પ્રગતિ કરો અને દેશનું નામ રોશન કરો. સંસ્થા દ્વારા ૧૯/૧૨/૨૦૨૨ ના રોજ આયોજીત લાઈવ એનાટોમી સ્કેચિંગ સ્પર્ધાનું આ શુભ અવસર પર ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધાના વિજેતાઓને નીચે મુજબ ઈનામો આપવામાં આવ્યા હતા.
પ્રથમ ઈનામ- સ્નેહા પાંડીદાર અને ચાર્મી માંગુકિયા
દ્વિતિય ઈનામ- આયુષી સાનેપરા અને અંકિતા વાઢેળ
તૃતિય ઈનામ- ઉન્નતિ ટંડેલ અને પ્રિયા શિંદે
આ સ્પર્ધાનું આયોજન એનાટોમી વિભાગના એચ.ઓ.ડી. ડૉ. જયંતિલાલ જે. જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું એન્કરીંગ ચતુર્થવર્ષ બી.એચ.એમ.એસ.ના વિદ્યાર્થી કેવલ ડાંખરા એ કર્યુ હતું. ત્યારબાદ બઘા વસંત પંચમી પૂજા માટે ભેગા થયા. સંસ્થાના ટ્રસ્ટીઓ, કોલેજ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ફૂલોથી મા સરસ્વતીનું પૂજન કર્યું હતું.ત્યારબાદ સહુ મીઠાઈ લઈને છૂટા પડયા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના આચાર્ય શ્રીમતિ ડૉ. જયોતિ રાવના માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.