“જાગૃત મતદાર થકી જ સશક્ત લોકશાહીનું નિર્માણ શક્ય છે.”: જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
“જાગૃત મતદાર થકી જ સશક્ત લોકશાહીનું નિર્માણ શક્ય છે.”: જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
……………
મતદાર તરીકે નોંધણી કરાવવા માટે હવે વર્ષમાં ચાર વાર મોકો મળશે: ૧લી જાન્યુઆરી, ૧લી એપ્રિલ, ૧લી જુલાઇ અને ૧લી ઓક્ટોબર
……………
માહિતી બ્યુરો વ્યારા, તાપી તા. 25: “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ ” આ થીમ સાથે સમગ્ર ભારતમાં તેરમા (૧૩)માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે ત્યારે તાપી જિલ્લા ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ, સોનગઢ ખાતે જિલ્લા કલેકટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને “રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૩”ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કલેક્ટરસુશ્રી દવેએ સૌને પ્રેરિત કરતા જણાવ્યુ હતું કે, જાગૃત મતદાર થકી જ સશક્ત લોકશાહીનું નિર્માણ શક્ય છે. આજનો 13મો “રાષ્ટ્રીય મતદાતા દિવસ” “કરોડો મતદારોના લોકતાંત્રિક અધિકારની ઉજવણીનો અવસર” છે. તેમણે યુવા મતદારોની ભાગીદારી વધારવા ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે હવે વર્ષમાં ચાર વાર મોકો મળશે એમ જણાવી ૧લી જાન્યુઆરી, ૧લી એપ્રિલ, ૧લી જુલાઇ અને ૧લી ઓક્ટોબર દરમિયાન 18 વર્ષ પુરા કરતા તમામ યુવા મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા અને તેઓના મિત્રો કે સગા સબંધીઓને પણ આ અંગે જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.
આ સાથે તેમણે મતદારયાદીને પ્રમાણિત તથા સચોટ બનાવવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા અપીલ કરી હતી. કલેકટરશ્રીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓ અને સુચારૂ આયોજન અંગે સૌને માહિતગાર કરતા ઉમેર્યું હતું કે, તાપી જિલ્લામાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતા વધારે છે. આ સાથે મતદાન કરવામાં પણ મહિલાઓ આગળ છે એમ જણાવી પ્રથમ તબક્કાના મતદાનમાં ૧૯ જિલ્લાઓમાં તાપી જિલ્લો મતદાન કરવામાં બીજા ક્રમે રહ્યો હતો એમ અભિનંદન પાઠવ્યા હતા. અંતે કેલક્ટરશ્રીએ ઉપસ્થિત સૌને જાગૃત મતદારોની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
*બોક્ષ-1*
આ પ્રસંગે શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે પ્રાંત અધિકારીશ્રી નિઝર શ્રી જયકુમાર રાવલ, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે મામલતદારશ્રી વ્યારા શ્રી હિમાંશુ જે. સોલંકી, મામલતદારશ્રી કુકરમુંડા શ્રી એન.સી.ભાવસાર, શ્રેષ્ઠ સુપરવાઇઝરોમાં પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સીટી વ્યારાના મદદનીશ પ્રોફેસરશ્રી જયેશભાઇ બીરબલભાઇ વસાવે, પ્રા,શા.ગોરપાડા, તા.કુકરમુંડાના શિક્ષકશ્રી શૈતરાવભાઇ હોનીયાભાઇ ગામીત, શ્રેષ્ઠ બુથલેવલ ઓફિસરોમાં પ્રા.શા. ઉમરકુવા, તા.વ્યારાના શિક્ષક શ્રી અજીતભાઇ બાલુભાઇ ચૌધરી, પ્રા.શા.નિંભોરા, તા.કુકરમુંડાના શિક્ષકશ્રી રામભાઇ દેવશીભાઇ વીંઝવા, ઉ.શિ. પ્રા.શા. મોરંબાના આશાબેન પરાગજી ચૌધરી, સ્થાનિક ભાષામાં ગીત ગાવા બાબતે પ્રા.શા. સોનારપાડાના શિક્ષકા દમયંતિબેન ચૌધરીને ચૌધરીને સ્થાનિક ભાષામાં મતદાર જાગૃતિ અંતર્ગત ગીત બનાવવા બદલ, અને વાઝરડાના કલાકાર બહેન નિર્મળાબેન ગામીતને ગામીત સ્થાનિક ભાષામાં મતદાર જાગૃતિ અંતર્ગત ગીત બનાવવા બદલ સન્માન પત્રો આપી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેમ્પસ એમ્બેસેડર્સ તરીકે પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સીટી વ્યારાના એસ.વાય.એગ્રીકલ્ચરના વિદ્યાર્થીશ્રી પ્રીતેશ ચૌધરી, અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,સોનગઢના એસ.વાય.બી.એના વિદ્યાર્થી ગામીત અંકુરભાઇને પ્રમાણપત્ર તથા રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ‘’આવો ચૂંટણી પ્રક્રીયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ” થીમ અનુસાર મતદારયાદીમાં નામ નોંઘણી, સુઘારણા, લોકશાહી મતદાન વિગેરે બાબતો પર યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓ જેમાં ઇ-પોસ્ટર્સ સ્પર્ધામાં શ્રી દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારાના વિદ્યાર્થી સ્નેહલ સમીરભાઇ ગામીતને પ્રમાણપત્ર તથા રોકડ ઇનામ રૂ.૧૦૦૦ અને આર.વી.પટેલ, બાજીપુરાની વિદ્યાર્થીની રૂચિ પ્રવિણભાઇ મિસ્ત્રીને દ્વિતિય ક્રમે આવતા પ્રમાણપત્ર અને રોકડ ઇનામ રૂ.૭૫૦ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિડીયો સ્પર્ધામાં પ્રથમ ક્રમે શ્રી દક્ષિણાપથ વિવિધ લક્ષી વિદ્યાલય, વ્યારાના એલિઝા અરૂણભાઇ ગામીતને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ રૂ.૨૫૦૦, દ્વિતિય ક્રમે ઉ.બુ. વેડછીન વિદ્યાર્થી કિરીટ આર.વસાવાને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ રૂ.૧૫૦૦, તથા તૃતીય ક્રમે મોડેલ સ્કુલ, ડોસવાડાની વિદ્યાર્થીની કિરણબેન સોલંકીને પ્રમાણ પત્ર અને રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. ઓડીયો સ્પર્ધામાં શ્રી પ્રથમ ક્રમે દક્ષિણાપથ વિવધલક્ષી વિદ્યાલય, વ્યારાની વિદ્યાર્થીની સરસ્વતી જી.ગામીત, દ્વિતિય ક્રમે આર.વી.પટેલ, બાજીપુરાની વિદ્યાર્થીની એશા આર.કોંકણી, તૃતિય ક્રમે જાગૃતિ હાઇસ્કુલ, માંડળની આયુષી ડી. ગામીત, ટેગલાઇન/સ્લોગન/સુત્રો સ્પર્ધામાં પ્રથમ ક્રમે સાર્વજનિક હાઇસ્કુલ, સોનગઢના સ્નેહલ આવાજી ગામીતને પ્રમાણ પત્ર અને રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રથમ વખત નામ દાખલ થનાર નવા મતદારો, વરિષ્ટ મતદારોને કલેકટરસુશ્રી ભાર્ગવી દવેના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે,ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હીની સ્થાપના વર્ષ ૧૯૫૦ માં ૨૫ જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના સ્થાપના દિવસ નિમિત્તે ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ દ્વારા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ ” આ થીમ સાથે સમગ્ર ભારતમાં તેરમા (૧૩)માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય ચૂંટણી પંચ દ્વારા “મેં ભારત હું” ગીત પણ લોંચ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ જિલ્લા કલેકટર-1 તૃપ્તિ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા આજના દિવસના મહત્વ અંગે સૌને અવગત કર્યા હતા. અંતે આભાર દર્શન મામલતદારશ્રી ઢીંમ્મર દ્વારા તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીત દ્વારા કરવામાં આવું હતું.
આ પ્રસંગે ચૂંટણી મામલતદારશ્રી રંજનબેન, નાયબ મામલતદારશ્રી જાગૃતિબેન, શ્રેણિકભાઈ ચૂંટણી વિભાગના નિગમભાઈ સહીત કોલેજના આચાર્યશ્રી તથા બાહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમને સુપેરે પાર પાડવા જિલ્લા ચૂંટણી વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓએ ભારે જાહેમત ઉઠાવી હતી.
00000000