સીટ્રોન C3 કાર તથા રેનોલ્ટ કિગર કારમાં દારૂની હેરાફેરી કરતા ચાર ઈસમોને રૂ. ૧૧,૩૪,૫૦૦/- ના મુદ્દામાલ સહિત ઝડપી પાડતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી નાઓ દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના મુુજબ શ્રી,આર.અમે.વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી-વ્યારા નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇ તા.૧૯/૦૧/૨૦૨૩ ના રોજ પો.સ.ઇ.શ્રી. પી.એમ.હડીલા એલ.સી.બી. તાપીનાઓ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના પોલીસ માણસો સાથે ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમ્યાન એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇને ખાનગી રાહે સંયુક્ત ખાનગી બાતમી આધારે મોજે ચાકધારા ગામની સીમમાં જંગલખાતાના ચેક પોસ્ટ નજીક રોડ પર જાહેરમાં તા.ડોલવણ, જી.તાપીથી આરોપીઓ (૧) ચંદ્રેશભાઇ ગોરધનભાઇ પરમાર, ઉ.વ.૩૪, રહે. સાઇકૃપા એપાર્ટમેન્ટ, પોલીસ હેડ ક્વોર્ટસ રોડ, અબ્રામા, વલસાડ તથા (૨) સાગરભાઇ દશરથભાઇ ભીસે, ઉં.વ.૩૨, રહે સાઇકૃપા એપાર્ટમેન્ટ, પોલીસ હેડ ક્વોર્ટસ રોડ, અબ્રામા, વલસાડ મુળ રહે. ગામ પૈસોડા, તા.શેગાવ, જી.બુલઢાણા (મહારાષ્ટ્ર) પોતાના કબ્જાની સીટ્રોન C3 કાર નં.- GJ-05-RQ-7322, આશરે કિં. રૂ! ૫,૦૦,૦૦૦/- માં તથા આરોપી (૩) વિષ્ણુભાઇ પુડલીકભાઇ મહાલે, ઉ.વ.૪૧, રહે. કોળીવાડ, પાણીની ટાંકી પાસે, હાલરગામ, તાજી વલસાડ, મુળ રહે ગામ- ડીગી તા.નાદુરા, જી.બલદાણા (મહારાષ્ટ્ર) તથા (૪) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરએ પોતાના કબ્જાની રેનોલ્ટ કિગર કાર નં.- GJ-05-RN-3160, આશરે કિં. રૂ! ૫,૦૦,૦૦૦/- માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂની કંપની સીલબંધ નાની મોટી કુલ બોટલો કુલ- ૨૦૫ કુલ કિંમત રૂ! ૬૯,૫૦૦/- નો પ્રોહી. મુદ્દામાલની હેરાફેરી કરતી વખતે, કાર- ૦૨, કિં. રૂ! ૧૦,૦૦,૦૦૦/-, મોબાઇલ ફોન કુલ નંગ- ૦૫, આશરે કિં. રૂ! ૬૫,૦૦૦/- સાથે મળી કુલ્લે રૂ! ૧૧,૩૪,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫એઇ, ૮૧, ૯૮(૨) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.સ.ઇ.શ્રી, પી.એમ.હઠીલા, એલ.સી.બી. તાપી તથા ASI ગણપતસિંહ રૂપસિંહ, HC લેબજી પરબતજી, PC રોનક સ્ટીવનસન, PC ઇન્દ્રસિંહ વાલાભાઇ, PC અરૂણભાઇ જાલમસીંગ, PC પીયુષભાઇ રામુભાઇ, PC બ્રીજરાજસિંહ રસીકસિંહ, PC પ્રકાશભાઇ અરવિંદભાઇ તથા PC વિનોદ પ્રતાપભાઇએ કામગીરી કરેલ છે.