રોમેલ સુતરિયા એ PUBG , Free fire , valorant જેવી ગેમ્સ થી સામાજીક ઘડતર અને મલ્લિકા સારાભાઈ વિશે કહી મહત્વની વાત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ સોસિયલ મિડિયા ઉપર પોસ્ટ કરી જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયાએ વર્ષો પહેલાં મલ્લિકા સારાભાઈ સાથે ની મુલાકાત ની એક તસ્વીર શેયર કરી હતી સાથે જ તેમણે લખ્યું હતું કે ગતરોજ એક મિત્ર સાથે મલ્લિકા સારાભાઈનાજી ના રેશનલ દ્રષ્ટિકોણ તેમજ તેમની સામજીક નિસ્બત ના અદ્ભુત વૈચારિક પાસા વિશે આકસ્મિક વાતચીત નીકળી આમ સહજ સ્વભાવ ધરાવનાર મલ્લિકા સારાભાઈ સાથે અનેક મુલાકાત અને શીખવાની તકો ઉપલબ્ધ થતી રહી છે. પરંતુ ગતરોજની ચર્ચા ના સંદર્ભમાં મને મહિલા દિવસે લગભગ ૨૦૧૧ માં તેમની સાથે થયેલી આ મુલાકાત યાદ આવી ગઈ.તેમની સાથે તે સમયે મહિલા અધિકાર તેમજ લોકતંત્ર માં વિવિધતા ની જરુરીયાત જેવા વિષયો પર થયેલી નટરાની કેફેમાં તેઓ સાથીની મુલાકાત દરમિયાન ની વાતચીત નું જ કદાચ પરિણામ છે કે આજે પણ લોકતંત્ર માં વિવિધતા ની વાત કરવી અગત્યની છે તેમ સમજી શકાય છે , આવા અનેક મહાનુભાવો નો અમારા ઘડતરમાં અમુલ્ય ફાળો રહેલો છે… વિદ્યાર્થી બની શીખવાની તક મળી તે જ ઘણું રહ્યું.અહી કોઈની આલોચના નથી પરંતુ બહોળા પરિપેક્ષમાં ચિંતા છે કે આજની પેઢી જેમને PUBG , વેલોરંટ , Free fire જેવી ગેમ્સ થી શીખવવામાં આવે છે કે જે આપણાં સાથે નથી કે આપણા જેવા નથી તે આપણા દુશ્મન છે તેમને ખતમ કરી નાખો આવી વાતો શીખવતી અને આત્મ સ્લાઘા માં રાચતા નેતાઓના ગુલામ બની (Blind Followers) બની ફરતા આજના નાગરિકો માટે માનવીય વિચારધારા સાથે ઘડતર રુપી તાલીમ નો ભયંકર અભાવ જોવા મળી રહ્યો છે…ઘણા માટે નેતા , કાર્યકર્તા , રાજકારણી , સમાજસેવી , ક્રાંતિકારી બની જવું ફેશન બન્યું છે કાં તો survival mechanism તેમ છતાં કહીશ આ સદીમાં સામાજીક ઘડતર કરી શકે તેવા લોકોની સંખ્યા માં નોંધપાત્ર ઘટાડો થવો તે મારી નજરે ભયાનક ચિંતાજનક બાબત છે. આજની અમારી પેઢી સામાજીક પરિપેક્ષમાં ઘણા અંશે નીષ્ફળ છે તેમ સ્વીકારવું રહ્યું અને કહીશ હજુ પુષ્કળ કામ બાકી છે સાથે જ અનેક મહાનુભાવો પાસે થી મેળવેલું ભાથું અમે યોગ્ય સ્વરુપે સમાજ સુધી પહોંચાડી નથી શક્યા તે નબળાઈ દુર કરવા લાયક બાબત છે… હજું પણ સમય છે સામાજીક ઘડતર માટે ના માળખા અને સંવાદ સ્થાપિત કરવા માટે નવા પ્રયોગો કરવા આગળ આવવું પડશે સાથે જ આપણી આસપાસ જોવા મળે છે અનેક મિત્રો સક્રિય છે કે જેઓ સામાજીક નિસ્બત સાથે પ્રયત્ન કરે છે તો આપણે સહુએ સાથે મળી તેઓને સાથે મળી મજબૂત બનાવીએ એક બીજા પાસેથી શીખતા રહીએ. વિવિધતામાં એકતા તે જ દેશની ધરોહર છે જે વિચારને મજબૂત બનાવીએ.યુવાનોમાં આવી રહેલ નિરાશા તેમજ આત્મહત્યા ના પ્રમાણો માં વ્રુદ્ધિના કિસ્સાઓ જોતા ખરેખર સામાજીક ઘડતરની ચળવળ માટે નવા સ્વરૂપે અનેક પહેલ મજબૂત કરવાની તાતી જરૂરિયાત જોવા મળી રહી છે તેમ સ્પષ્ટ સમજાય રહ્યું છે. સાથે જ માબાપ આજના યુવાનો ને એક વર્ષમાં કમસેકમ બે મહાનુભાવો ની જીવની વાંચવા પ્રોત્સાહિત કરે તો ચોક્કસ દેશ માં આવનારી પેઢી આ દેશને વધુ મજબૂત બનાવશે તે નક્કી છે.