રોડ અકસ્માતમાં અકસ્માત થયા બાદ ઇજાગ્રસ્તને એક કલાકની અંદર હોસ્પિટલમાં પહોંચાડનાર ને“ગુડ સમરીટન એવોર્ડ ’’ સન્માન સમારોહ યોજાયો

Contact News Publisher

તાપી જિલ્લામાં રોડ અકસ્માતગ્રસ્તોને ગોલ્ડન અવરમાં હોસ્પિટલે પહોંચાડનાર આઠ પરોપકારીઓને” ગુડ સમરીટન” એવોર્ડથી સન્માતિન કરાયા
૦૦૦0
આપણા શરીરની અને આપણી તકેદારી માટે લાઇસન્સ , હેલમેટ, સીટ બેલ્ટ લગાવવું જોઇયે- કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે
………………………..

માહિતી બ્યુરો વ્યારા તાપી તા. ૧૯ તાપી જિલ્લામાં રોડ અકસ્માતમાં અકસ્માત થાય બાદ“ગોલ્ડન અવર” માં એટલે કે એક કલાકની અંદર હોસ્પિટલમાં પહોંચાડનાર પરોપકારી કે મદદગાર વ્યક્તીને પ્રોત્સાહિત કરવામાં માટે કોન્ફરન્સ હોલ, કલેક્ટરશ્રીની કચેરી, જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, તાપીના અધ્યક્ષ સ્થાને તથા સભ્ય સચિવ જિલ્લા કક્ષાની મુલ્યાંકન સમિતિ અને પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, સભ્ય સચિવ જિલ્લા રોડ સેફટી કાઉન્સીલ & એ.આર.ટી.ઓ એસ. કે. ગામીતની ઉપસ્થિતિમાં “ગુડ સમીટન એવોર્ડ” કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેએ રોડ સેફ્ટી અવેર્નેશ અને “ગુડ સમીટન એવોર્ડ” કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે આપણા શરીરની અને આપણી તકેદારી માટે લાઇસન્સ , હેલમેટ, સીટ બેલ્ટ લગાવવું જોઇએ.વધુમાં જણાવ્યું હતું કે બીજા વિશ્વ યુદ્ધમાં જેટલા લોકોના મૃત્યુ નહિ થયા એના કરતા વધારે મૃત્યુ રોડ અકસ્માતમાં થાય છે. તેથી સૌને નમ્ર આપીલ કરી હતી કે આપણી આસપાસ કે નજર સમક્ષ રોડ અકસ્માત થાય તો ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પણે એક કલાકની અંદર તેને સારવાર મળે એ રિતે તેને હોસ્પિટલ પહોચાડવું કે 108ને જાણ કરી મદદગાર બની “ગુડ સમરીટન “બનવું જોઇએ.વધુમાં વધુ લોકો રોડ અકસ્માતમાં ઇજા પામતા લોકોની મદદ કરે અને લોકોનુ જીવન બચાવવામાં ખચકાયા વગર મદદરૂપ બને, તે માટે “ગુડ સમરીટન એવોર્ડ ’’વિશે બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય અને લોકો વધુ માહિતગાર થાય તેવી નમ્ર અપિલ કરી હતી.

સભ્ય સચિવ જિલ્લા કક્ષાની મુલ્યાંકન સમિતિ અને પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલે જણાવ્યું હતુ કે આપણે સૌએ ટ્રાફિકના નિયમો અને રોડ સેફ્ટી વિશે માહિતગાર થવું જોઇએ અને સગા સંબધીઓ મિત્રો કે પરિવારજનો સમજાવાવું જોઇએ. વધુમાં વધુ લોકો અને છેવાડાના માનવી સુધી “ગુડ સમીરી
સભ્ય સચિવ જિલ્લા રોડ સેફટી કાઉન્સીલ & એ.આર.ટી.ઓ એસ. કે. ગામીત જે લોકો લાઇસન્સ માટે એલીજીબલ હોય એવા તમામ લોકોને લાઇસન્સ કઢાવી લેવા અનુરોધ કર્યો હતો.
આત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના આઠ જેટલા પરોપકારી કે મદદગારી વ્યક્તિઓને જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, એ.આર.ટી.ઓ એસ. કે.ગામીતના હસ્તે “ગુડ સમરીટન એવોર્ડથી’’ સન્માનિત કરવામાં આવ્યા હતા, કે જેમણે રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને એક કલાકની અંદર હોસ્પિટલ પહોચાડી માનવ દયાનું કાર્ય કર્યું છે. જેમાં દિનેશભાઇ ચૌધરી-વેડછી, જગદિશભાઇ ધનસુખભાઇ ગામીત-રામપુરા નજીક, મનુભાઇ સોમજીભાઇ ગામીતરહે, ટીચકપુરા દાદરી ફ. રવિંદ્રભાઇ ચેમાભાઇ ગામીતરહે, નાના કાકડકુવા, HC શૈલેશભાઇ નુરીયાભાઇ ગામીત રહે, વ્યારા પોલીસ સ્ટેશન નોકરી-ટ્રાફીક,વિનોદભાઇ પી ચૌહાણ,રોહેશ ગામીત-ટિચકપુરા,અશ્વિન ગામીતને “ગુડ સમરીટન એવોર્ડથી’’ સન્માનિત કરવામાં આવ્યા હતા.
નોધનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાહન વ્યવહાર તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની વેબસાઈટ ગાંધીનગરથી લોન્ચ કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટેની “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન” રિલોન્ચ ટુ કરતાં જણાવ્યું કે, રોડ સેફટી – માર્ગ સુરક્ષા માટે વડાપ્રધાનશ્રીએ આપેલા કોન્સેપ્ટ 4E – એન્ફોર્સમેન્ટ ઓફ લૉ, એન્જિયરિંગ ઓફ રોડ, ઇમરજન્સી કેર અને એજ્યુકેશન’નું અનુપાલન ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું

“સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગુડ સમીરીટન”નું રીલોંચિગ ગુજરાતના મુખ્ય મત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું હતું.
આજના “ગુડ સમરીટન એવોર્ડ ’’ સન્માન સમારોહમાં જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રી મનિષ પટેલ, ગુડ સમરીટન એવોર્ડથી ’’ સન્માનિત વ્યક્તિઓ,વિવિધ મદદગારી સસ્થાના પ્રતિનિધિઓ, વાલોડ અને નિઝર આઇટીઈના વિધ્યાર્થીઓ,પોલિટેકનિક અને એગ્રીકલચર ના વિદ્યાર્થીઓ ઉસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other