કલસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં પતંગોત્સવની ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત કલસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, નઘોઇ, જીણોદ, કમરોલી, મી઼ંઢી, મોર, ભગવા તથા મીરજાપોર ગામની પ્રાથમિક શાળાઓમાં પતંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે દરેક શાળાઓમાં પ્રાર્થના સભામાં બાળકોને શિક્ષકો ધ્વારા મકરસંક્રાંતિ પર્વની મહત્તા સમજાવવામાં આવી હતી. બાળકોએ ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાવવાની મજા માણી હતી. સમગ્ર વાતાવરણ બાળકોનાં કિલકિલાટથી ગુંજી ઉઠયું હતું. પતંગ ચગાવવાની સાથે બાળકોએ પતંગ લૂંટવાની પણ અનેરી મજા માણી હતી. સાથોસાથ તમામ બાળકોએ ચીકી અને લાડુનો પણ આસ્વાદ માણ્યો હતો.
કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ એવાં કેન્દ્રાચાર્યા શ્રીમતી જાગૃતિ પટેલે સૌને આ રંગીલા પર્વની શુભેચ્છા પાઠવી હતી.