સુરત સ્નેહસંકુલ ભવન ખાતે શિક્ષણ વિષયક મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : શિક્ષણ- સંસ્કાર- કેળવણી- કૌશલ્ય વિષય ઉપર યોજાયેલ આ મોટીવેશનલ કાર્યક્રમમાં સમાજનાં બે જુદી-જુદી પેઢીનાં, સમાજને ગૌરવાન્વિત કરનાર આદર્શ શિક્ષકો અને કવિઓ
થોભણભાઈ પરમાર અને પ્રકાશભાઈ પરમારે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં વિદ્યાર્થીઓ અને શ્રોતાજનોને તેમના વિચાર અને વાણીથી મુગ્ધ કરી જકડી રાખ્યા હતાં. શિક્ષક તરીકેનાં એમનાં સ્વાનુભવથી મેળવેલ જ્ઞાન અને અભ્યાસની સાથે મૃદુ હ્રદયનાં કવિ તરીકે ભાષા અને કવિતા દ્વારા વ્યક્ત કરેલ વિચારો સાચે જ સૌ માટે પ્રેરક હતાં.
આજનાં વિષયને નક્કી કર્યા મુજબ બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતાં. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનાં લેખક પરામર્શક પ્રકાશભાઈએ કેળવણી અને કૌશલ્ય વિશે વાત કરતાં ભણેલાં અભણોની જમાત ઊભી કરતી વર્તમાન કેળવણી વ્યવસ્થાને સમજી વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોતાનું ખરું લક્ષ્ય નક્કી કરી ગાડરિયા પ્રવાહમાં ન તણાતા જીવન ઉપયોગી શિક્ષણની દિશા નક્કી કરવા વિશે સૂચવ્યું હતું.
રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા થોભણભાઈએ શિક્ષણ- સંસ્કાર સંદર્ભે સામાજિક રીતરિવાજો અને અંગ્રેજી શાસન અને શિક્ષણની વિધાયક અસર વિશે વાત કરી હતી.
સ્નેહ સંકુલનાં પ્રમુખ ગણપતભાઈએ સ્વાગત પ્રવચન કરી વક્તા અને શ્રોતાઓને આવકાર્યા હતાં. વિસ્મય કોઠારીએ આમંત્રિત વક્તાઓનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમની પૂર્વભૂમિકા બાંધીને કાર્યક્રમનું સફળ સંચાલન નવીનભાઈ વરેલીઆએ કર્યું હતું.
થોભણભાઈ પરમાર અને પ્રકાશભાઈ પરમારનું સ્નેહસંકુલ વતી ગણપતભાઇ અને નરેશભાઈ ઉમરાવ દ્વારા શાલ ઓઢાડીને સ્મૃતિભેટ આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠીઓ પૈકી સર્વશ્રી મનહર ભેંસાણીયા, દિલીપભાઈ ભારતી, ડૉ.નવીન કંથારિયા,દિનેશ સોનાવાલા, અજય પટેલ, નયનાબેન વાંઝવાલા, નલિની સુરતી,દિનેશ પટેલ, નટુભાઈ કોસાડી, ડો.નલિન રાઠોડ, પ્રફુલ્લ રાઠોડ, ચંપક સુરતી, જીતુભાઈ વગેરે સૌ આજનાં સુંદર કાર્યક્રમ બદલ વક્તાઓ અને આયોજકોનો આભાર માની શિક્ષણ અને કેળવણી વિષયક નવા વિચારોનું ભાથું બાંધ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *