શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, લીમડા ચોક, વ્યારા દ્વારા ચિલ્ડ્રન હોમ ખાતે યુવા માર્ગદર્શન કાર્યક્રમ તથા મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ દોરા વિતરણનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્મ જયંતી નિમિત્તે શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, લીમડા ચોક, વ્યારા દ્વારા ચિલ્ડ્રન હોમ ખાતે યુવા માર્ગદર્શન કાર્યક્રમ તથા મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ દોરા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ પ્રસંગે ચિલ્ડ્રન હોમ તથા સ્પોર્ટ્સ કોલેજ વ્યારાના અન્ડર;૧૭, ભાઈઓ તથા બહેનોની ટીમોને શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ઉપયોગી વસ્તુઓનું સ્પોર્ટ્સના સાધનોનિ ભેટ આપવામાં આવી, જેનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે તાપી જિલ્લા માજી સૈનિક સંગઠનના સભ્યો પણ હાજર રહ્યા હતા. સ્વામી વિવેકાનંદજીની ૧૬૦ મી જન્મ જયંતી નિમિત્તે મુખ્ય વક્તા તરીકે શ્રી મોહનસિંહ ગીરાશેએ માર્ગદર્શન આપ્યું હતું, તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી સંદીપભાઈ ચૌધરી (જિલ્લા કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ), શ્રી મોહનભાઈ કોંકણી, (ધારસભ્યશ્રી- 171 વ્યારા વિધાનસભા). શ્રી વિક્રમ તરસાડીયા (કાર્યકારી પ્રમુખ તાપી જિલ્લા ભાજપ સંગઠન), શ્રીમૃગેન દેસાઈ (વ્યારા વેપારી મંડળ પ્રમુખ), શ્રી શૈલેષભાઈ ભક્તા (સહકારી આગેવાન રૂપવાડા) શ્રી ચંદ્રકાંતભાઈ ગામીત, મેજર ડોક્ટર.નીલ શાહ, શ્રી પ્રવીણભાઈ ગામીત (પ્રમુખ એપીએમસી) વિગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 14 વર્ષથી કરતા આવેલા છે આ પ્રસંગે શ્રી.કુલીન પ્રધાન, (કારોબારી અધ્યક્ષશ્રી વ્યારા નગર પાલિકા)નાએ કાર્યક્રમનું સંચાલન આયોજન તેમને તથા શ્રી લીમડા ગણેશ મંડળ, લીમડા ચોકના તમામ સભ્યોએ કર્યું હતું.
વ્યારા નગરના તથા આજુબાજુ વિસ્તારના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.