જીવદયાના મહાન કાર્યમાં જોડાવા માટે નમ્ર અપીલ કરતા જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
માહિતી બ્યુરો તાપી, તા.13: જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે તાપી જિલ્લાની જાહેર જનતાને સંબોધતા સંદેશ પાઠવ્યો છે કે, આજે ઉત્તરાયણના પર્વ નિમિતે સુર્યાસ્ત અને સુર્યોદયના સમયે પતંગ ન ચગાવવા તથા અબોલા પશુપક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવા કોઇ ઘાયલ પશુ પક્ષી દેખાય કે તુરંત વન વિભાગ કે એનજીઓને સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. તેમણે મકરસક્રાંતી નિમિતે ગાયોને જનતા દ્વારા ખવડાવવામાં આવતા અનાજ અને લાડુ એક સામટા ન ખવડાવી. રોજ થોડા થોડા ખવડાવવા અપીલ કરી હતી. તેમણે કરૂણાની સદૈવ માટે દરેકના હદયમા રાખવા અપીલ કરી હતી.
જીવદાના આ મહાન કાર્યમાં તાપી જિલ્લા તંત્ર અને જીવદયાના એનજીઓ સાથે જોડાઇ ઉતરાયણ પર્વ દરમિયાન જાગૃત નાગરિક તરીકે સેવા આપે તથા કોઇ પણ ઘાયલ પશુપક્ષીને બચાવવા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
વ્યારા તાલુકા માટે અલ્પેશ દવે-9726540000, અબરાર મુલતાની 9879958786, અનંત પટેલ-7698434383, સોનગઢ તાલુકા ખાતે બકુલ ભાઈ મેહતા 9429940000, રાહુલ સોની-9998678241, નાગેશ માળી -7574046745, ઉકાઈ માટે કાર્તિક વડવી-8980326123, દિગમ્બર પાટીલ-9979507052, મેહુલ મોરકર 9978330735, વાલોડ તાલુકા માટે ઈમરાન વૈદ-9879921550, બુહારી માટે અયાઝ મુલતાની -8401285621, ડોલવણ તાલુકા માટે જનિલ ચૌધરી- 9925821841, ઉનાઈ માટે શૈલેષ પટેલ-9427153367, જેસલ વાઘેલા-9687178444નો સંપર્ક કરવો.
આ ઉપરાંત વ્યારા તાલુકામાં ડૉ.આર.બી.ગોંડલિયા હેલ્પલાઇન નંબર-૯૦૯૯૮૯૯૦૮૧, ડોલવણ તાલુકામાં ડૉ.એન.જે. ચૌધરી હેલ્પલાઇન નંબર- ૯૪૨૬૬૯૧૨૧૩, વાલોડ તાલુકામાં ડૉ.વી.કે.પરમાર હેલ્પલાઇન નંબર- ૯૮૨૫૬૬૯૭૨૦, સોનગઢ તાલુકામાં હેલ્પલાઇન નંબર- ૯૫૮૬૦૦૩૭૦૮, ઉચ્છલ તાલુકામાં હેલ્પલાઇન નંબર- ૯૮૨૫૮૦૩૧૩૫, નિઝર તાલુકામાં ડૉ.કે.એ.મહેતા હેલ્પલાઇન નંબર- ૯૮૨૫૮૭૦૦૯૫, અને કુકરમુંડા તાલુકામાં ડૉ.પી.કે.ફુલેત્રા હેલ્પલાઇન નંબર- ૯૮૨૫૦૪૦૩૮૬ ઉપર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત કરૂણા એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર-1962 અથવા https://bit.ly/karunaabhiyan લિંક પર ક્લિક કરીને પણ મદદ મેળવી શકાય છે.
000000000000