વ્યારા સ્થિત સી.એન કોઠારી હોમીયોપેથીક એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૩ કાર્યક્રમ યોજાયો
સંગીત અને નૃત્યએ કલાનો અધભુત સંગમ છે અને કલાએ પરમાત્મા સુધી પહોંચવાનું માધ્યમ છે:- કલેકટર સુશ્રી ભાર્ગવી દવે
……………..
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧3- કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અને જિલ્લા યુવા વિકાસ અધિકારી તાપી દ્વારા આયોજીત તથા સી. એન. કોઠારી હોમીયોપેથીક એન્ડ રીસર્ચ સેન્ટર વ્યારાના સહયોગથી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૨/૨૩ કાર્યક્રમ સી. એન. કોઠારી હોમીયોપેથીક એન્ડ રીસર્ચ સેન્ટર વ્યારા ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને તથા વ્યારા વિધાન સભાના ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી અને વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી સેજલબેન રાણાની ઉપસ્થિતીમા યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેએ પોતાના બાળપણના સ્મરણો તાજા કરતા જણાવ્યું હતું કે સંગીત અને નૃત્યએ કલાનો અધભુત સંગમ છે અને કલાએ પરમાત્મા સુધી પહોંચવાનું માધ્યમ છે. પોતાના જિવનમાં રહેલી કલાને વિવિધ મંચ ઉપર પ્રસ્તુત કરી પોતાનામાં રહેલી કલા પ્રતિભાને આગળ લાવવી જોઇએ. તમામ વ્યક્તિઓમાં અલગ અલગ કલા રહેલી હોય છે. આપણા ભારતીય સંસ્કૃતિમા કલાનું ઘણુ મહત્વનું છે.કલા તન,મનને આનંદ આપે છે તેથી દરેકના જિવનમાં કલાનું સ્થાન હોવું જોઇએ.
વ્યારા વિધાન સભાના ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ કલાનું મહત્વ સમજાવતા બાળકોને વિવિધ કલાક્ષેત્રે આગળ વધવા ખુભ ખુભ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતુ કે જેમ હિરાની ઓળખ એક જોહરી કરી શકે તેમ કલાની ઓડખ એક કલાગુરુ કરી શકે છે. એક જ બાળકમાં એક કરતા વધારે પ્રતિભાઓ રહેલી હોય છે આ વિવિધ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે જે આ પ્લેટ્ફોમ પુરૂ પાડવામાં આવ્યું છે.તેથી તમામે આવા અવશરનો લાભ લેવો જોઇયે.
કાર્યક્રમમા ભજન,લોકનૃત્ય,લગ્નગીત,લોકગીત,સમૂહગીત,એકપાત્રીયઅભિનય,સર્જનાત્મક કારીગીરી,ચિત્રકામ,નિબંધ,વક્રતૃત્વ,દુહા-છંદ,ચોપાઈ,લોક-વાર્તા ,લોકવાઈકા જેવી વિવિધ 13 જેટલી કલા સ્પર્ધા પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કાર્યક્રમના આયોજક અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીતે કર્યું હતું.આભારવિધિ સી. એન. કોઠારી હોમિયોપેથીક એન્ડ રિસર્ચ સેન્ટર વ્યારાના આચાર્યશ્રી ડૉ.જ્યોતિબેન રાવે કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું.
આ કાર્યક્રમમાં વ્યારા ઇ.ચા.પ્રાંત અધિકારીશ્રી એચ.જે.સોલંકી,જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશ ચૌધરી, માન.ટ્રસ્ટીશ્રી હસમુખભાઈ ધીરજલાલ શાહ માન.મંત્રીશ્રી રાકેશભાઈ શાહ, માન.ટ્રસ્ટીશ્રી સંજયભાઈ શાહ,માન.ટ્રસ્ટીશ્રી કેયુરભાઈ શાહ, – કેમ્પસ ડાયરેકટરશ્રી ડૉ. અજયભાઈ દેસાઈ (સી.એન.કોઠારી હોમયોપેથીક કોલેજ), માન.ટ્રસ્ટીશ્રી ચિરાગભાઈ કોઠારી સહિત દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
00000000000