મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અઘ્યક્ષ સ્થાને એન.પી.સી.આઇ.એલ કાકરાપારના વિવિધ મુદ્દાઓ અંગે ઉચ્ચ અધિકારીઓશ્રી સાથે બેઠક યોજાઇ

Contact News Publisher

કોઇ પણ વ્યક્તિ પોતાના હકથી વંચિત ન રહે, કોઇનો હક ન છિનવાય એમ સંવેદનશીલતા સાથે કામ કરવા અનુરોધ કરતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
……………..
માહિતી બ્યુરો, તાપી, તા.13: ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અઘ્યક્ષ સ્થાને તથા જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેની ઉપસ્થિતીમાં એન.પી.સી.આઇ.એલ કાકરાપારના વિવિધ મુદ્દાઓ અંગે ઉચ્ચ અધિકારીઓશ્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ કાકરાપારના ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું કે, કાકરાપારના વિસ્થાપિતોને એન.પી.સી.આઇ.એલમા રોજગારી આપવામાં પ્રાધાન્યતા આપવાની સાથે અગાઉની જાહેરાતને રદ કરી નવી ભરતી જાહેરાત આપવામાં આવે. ઉપરાંત સ્થાનિક નાગરિકોને આ ભર્તી માટે યોગ્ય તાલીમ આપી તેઓના કૌશલ્યમાં વધારો કરવામાં આવે તદઉપરાંત એન.પી.સી.આઇ.એલ માટેની પરીક્ષાઓ સુરત કે અન્ય જિલ્લામાં નહીં પરંતું તાપી જિલ્લાના વિવિધ સેન્ટરો ખાતે જ યોજવામાં આવે એમ તાકીદ કરી હતી.
તેમણે એન.પી.સી.આઇ.એલના ઇન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ અંગે વિગતવાર રીપોર્ટ આપવા, સી.એસ.આર ફંડ હેઠળ નવા પ્રોજેક્ટ અંગે જરૂરી સુચનો કર્યા હતા. આ ઉપરાંત ગ્રામજનો માટે આવવા-જવાના રસ્તા અંગે તથા સ્થાનિક કોન્ટ્રાક્ટરોને GEM પોર્ટલમાં નોંધણી કરાવી રોજગાર-ધંધામાં મદદરૂપ બનવા તાલીમ આપવા અંગે જરૂરી સુચનાઓ આપી હતી. તેમણે એન.પી.સી.આઇ.એલના એચઆરને રોસ્ટર રજિસ્ટર નિભાવવા તથા જિલ્લાનો કોઇ પણ વ્યક્તિ પોતાના હકથી વંચિત ન રહે, કોઇનો હક ન છિનવાય એમ સંવેદનશીલતા સાથે કામ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેએ એન.પી.સી.આઇ.એલના ઉચ્ચ અધિકારીઓને ગુજરાત સરકારના વિવિધ જીઆર અંગે અવગત કરી તેઓને વિસ્થાપિતો પ્રત્યે એન.પી.સી.આઇ.એલની જવાબદારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે સિમ્પથી નહીં પરંતુ એમ્પથી રાખી વિસ્થાપિતો માટે કામગીરી કરવા જણાવ્યું હતું. ઉપરાંત તેમણે કોઇ પણ મૂંઝવણમાં તાપી જિલ્લા તંત્ર આપની સાથે છે તથા આપણે સાથે મળી જિલ્લાના લોકો માટે કામ કરવાનું છે એમ સમજ આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી, નાયબ કલેક્ટર-1 તૃપ્તિ પટેલ, ઇંચા.પ્રાંત વ્યારા હિમાંશુ સોલંકી, એન.પી.સી.આઇ.એલના એચ.આરશ્રી રોય, શ્રી મરાઠે, શ્રી કૈવટ, સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other