ઉત્તરાયણ પર્વ સમયે પક્ષીઓને બચાવવા તાપી જિલ્લા વન વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ

Contact News Publisher

વન વિભાગ દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને પતંગની દોરીથી બચાવવા માટે નાગરિકો હેલ્પ લાઈન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ પર “Karuna” વોટ્સઅપ કરીને મદદ મેળવી શકશે
………………………..
પક્ષીઓના વિહાર કરવાના સમયે સવારે ૦૯ વાગ્યા પહેલા અને સાંજે ૦૫ વાગ્યા પછી પતંગ ન ઉડાવવો
………………………..
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.12: સમગ્ર રાજ્યમાં આગામી તા.૧૪ જાન્યુઆરીએ હર્ષોલ્લાસથી ઉત્તરાયણના પર્વની ઉજવણી થવાની છે. જે અન્વયે ગુજરાત રાજયમાં દર વર્ષની જેમ આગામી તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા. ૨૦/૦૧/૨૦૨૩ દરમ્યાન કરૂણા અભિયાન-૨૦૨૩ ઉજવણી કરવામાં આવનાર છે. આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લા વન વિભાગ દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને પતંગની દોરીથી બચાવવા માટે નાગરિકો માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે.

ઉતરાયણની સુરક્ષિત ઉજવણી માટે સાવચેતી

-ડીજીવીસીએલના ઈલેક્ટ્રીક નેટવર્કથી હંમેશા સલામત અંતર જાળવવું.

-વીજ-તાર, વીજ-પોલ કે ટ્રાન્સફોર્મર સેન્ટર પર પતંગ કે તેનો દોરો ફસાયેલ હોય તો તેને કાઢવાની કે ખેંચવાની કોશિશ કદાપિ કરવી નહી. તેમજ એ માટે કોઈને પ્રેરિત પણ કરવા નહી.

-પતંગ ઉડાવવા માટે મેગ્નેટીક ટેપ, મેટાલિક યાર્ન, જરીના દોરા, ભીના દોરા, ચાયનીઝ દોરા કે કેમિકલયુક્ત માંજાનો ઉપયોગ કરવો નહી.

-પતંગ આંબવા કે પકડવા માટે લોખંડ કે ધાતુનો પાઈપ કે તાર વાપરવો નહી.

-વીજ-સલામતી સંબધિત જો કોઈ ભયજનક પરિસ્થિતિ જણાય તો ટોલ ફ્રી નંબર ૧૯૧૨૩ કે ૧૮૦૦-૨૩૩-૩૦૦૩ પર તાત્કાલિક સંપર્ક કરવો.

-આ ઉપરાંત આપની નજીકની વીજ પેટા-વિભાગીય કચેરી સ્થિત ફોલ્ટ-સેન્ટરને પણ તુરંત જાણ કરી શકો છો.એ માટે વેબસાઈટ www.dgvcl.comપર Contact Us નિહાળો.
આ સૂચનાઓનું પાલન કરવાથી તહેવારનો આનંદ પણ માણી શકાય છે અને પક્ષીઓના જીવ પણ બચાવી શકાય છે. પક્ષીઓના વિહરવાનો સમય વહેલી સવારે અને સાંજે હોય છે. ઉત્સવપ્રેમી જનતાએ સવારે ૦૯ વાગ્યા પહેલા અને સાંજે ૦૫ વાગ્યા પછી પતંગ ન ઉડાવવો જોઈએ. પતંગ ઉડાડવા ચાઈનીઝ તથા કાચની દોરીનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં ન કરવો જોઈએ. કોઇપણ વ્યક્તિ જો ચાઈનીઝ દોરી વેચતો માલૂમ પડે તો પોલીસ અથવા વન વિભાગને જાણ કરીએ. જો કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. જો કોઈ પક્ષી ઘાયલ જણાય તો તેની સારવાર કરવા માટે હેલ્પ લાઈન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ પર “Karuna” વોટ્સઅપ કરીને મદદ મેળવી શકાય છે.
આ ઉપરાંત તાલુકા અનુસાર અધિકારીશ્રીઓની નિમણૂંક કરવામાં આવેલ છે. જે અનુસાર, વ્યારા તાલુકામાં ડૉ.આર.બી.ગોંડલિયા હેલ્પલાઇન નંબર-૯૦૯૯૮૯૯૦૮૧, ડોલવણ તાલુકામાં ડૉ.એન.જે. ચૌધરી હેલ્પલાઇન નંબર- ૯૪૨૬૬૯૧૨૧૩, વાલોડ તાલુકામાં ડૉ.વી.કે.પરમાર હેલ્પલાઇન નંબર- ૯૮૨૫૬૬૯૭૨૦, સોનગઢ તાલુકામાં હેલ્પલાઇન નંબર- ૯૫૮૬૦૦૩૭૦૮, ઉચ્છલ તાલુકામાં હેલ્પલાઇન નંબર- ૯૮૨૫૮૦૩૧૩૫, નિઝર તાલુકામાં ડૉ.કે.એ.મહેતા હેલ્પલાઇન નંબર- ૯૮૨૫૮૭૦૦૯૫, અને કુકરમુંડા તાલુકામાં ડૉ.પી.કે.ફુલેત્રા હેલ્પલાઇન નંબર- ૯૮૨૫૦૪૦૩૮૬ ઉપર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત કરૂણા એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર-1962 અથવા https://bit.ly/karunaabhiyan લિંક પર ક્લિક કરીને પણ મદદ મેળવી શકાય છે, એમ નાયબ વન સંરક્ષકશ્રી તાપીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
000000૦૦૦

About The Author

1 thought on “ઉત્તરાયણ પર્વ સમયે પક્ષીઓને બચાવવા તાપી જિલ્લા વન વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other