સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા પોલીસ (ટ્રાફિક શાખા) તાપી વ્યારાના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ
(માહિતી બ્યુરો તાપી) તા. ૧૨ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી દ્વારા આગામી તા.૧૭ જાન્યુઆરી સુધી નાગરિકોને ટ્રાફિકના નિયમોથી ઉજાગર કરવા માટે રોડ સેફ્ટી વીક-૨૦૨૩ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તાપી જિલ્લાનો ઉદ્દઘાટન સમારોહ સયાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા પોલીસ(ટ્રાફિક શાખા)તાપી વ્યારા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો.આ ઉદ્દ્ઘાટન સમારોહમાં જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલનાં અધ્યક્ષશ્રી તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ડી.ડી.કાપડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા .
કાર્યક્રમમાં કલેક્ટરશ્રી દ્વારા ઉપસ્થિત તમામને માર્ગ સલામતિની પ્રતિજ્ઞા લેવડાવી રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી એસ.કે.ગામીત દ્વારા રોડ સેફ્ટી વિશે વધુ જાગૃતિ ફેલાય તે માટે અપીલ કરવામાં આવી. ઉપસ્થિત મહેમાનો તથા જાહેર જનતાનો આભાર માની કાર્યક્રમનું સમાપન કરવમાં આવ્યુ હતું.વધુમાં, કાર્યક્રમ પુર્ણ થતા વ્યારા નગરનાં વાહન ચાલકોને ફુલ આપી માર્ગ સલામતિ નિયમોની સમજણ આપવામાં આવી હતી. આયોજિત આ કાર્યક્રમમાં એ.આર.ટી.ઓ.શ્રીની કચેરીના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ પણ સહભાગી બન્યાં હતાં. ઉપસ્થિત મહેમાનો તથા જાહેર જનતાનો આભાર માની કાર્યક્રમનું સમાપન કરવમાં આવ્યુ હતુ.
વધુમાં, કાર્યક્રમ પુર્ણ થતા આરટીઓ કચેરી અને જિલ્લા ટ્રાફિક દ્વારા વ્યારા નગરનાં વાહન ચાલકોને ફુલ આપી માર્ગ સલામતિ નિયમોની સમજણ આપવામાં આવી હતી.
0000000000000