જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા ભારતીય માનક બ્યુરોનો ૭૬ મો સ્થાપના દિવસ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા. જિ. તાપી દ્રારા ભારતીય માનક બ્યુરો ૬ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ ૭૬મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્રારા જીલ્લાની ૧૭ શાળાઓમાં સ્ટાન્ડર્ડ કલબની સ્થાપના કરી અને ક્વોલિટી કનેક્ટ પોગ્રામનું આયોજન કર્યું. સૌને માહિતી આપતા કહ્યું કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના સ્વયંસેવ્સકો ઉત્પાદનની ગુણવત્તા અને સોના અને ચાંદીના દાગીનાની શુદ્ધતા વિશે જાગૃતિ લાવવા માટે ઘેર ઘેર જઈ ઝુંબેશ ચલાવશું. બીઆઈએસ કેર એપ મોબાઈલમાં ડાઉનલોડ કરાવીએ અને દરેક ઉપભોક્તા એટલે કે ખરીદનાર નાગરીકને ટ્રેડમાર્ક,આઈ.એસ.આઈ માર્ક વાળા જ સાધનોનો ઉપયોગ કરવો અને ચકાશણી કરી સશક્તિકરણનું સાધન બનાવીએ અને તમારો માનક જાણો એટલે કે દરેક વસ્તુ કે સાધન પર માર્ક નંબર અથવા HUID નંબરની BIS APP દ્રારા જાણી શકાય આમ ગ્રાહકે સજાક રહી ને ગુણવત્તા યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.