કલેકટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા તકેદારી અને લાંચરૂશ્વત વિરોધી સમિતિની બેઠક યોજાઇ
“સરકારી અધિકારી-કર્મચારીઓ પ્રજાના સેવક છે. લાંચ લેવી એ ગુનો છે. જે કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.”:જિલ્લા કલેકટરસુશ્રી ભાર્ગવી દવે
……………………
માહિતી બ્યુરો વ્યારા-તાપી 03: આજે જિલ્લા તકેદારી અને લાંચ રૂશ્વત વિરોધી સમિતિની બેઠક જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે કલેકટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં યોજાઇ હતી.
અધ્યક્ષસ્થાનેથી કલેકટરશ્રીએ પેન્ડીંગ કેસો અંગે સમિક્ષા કરતા જણાવ્યું હતું કે, સરકારી અધિકારી-કર્મચારીઓ પ્રજાના સેવક છે. લાંચ લેવી એ ગુનો છે. જે કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. કલેક્ટરશ્રીએ તમામ કેસોમાં સંલગ્ન વિભાગો તથા કઇ-કઇ યોજનાઓમાં આ પ્રકારના ગુનાઓ બન્યા છે તે અંગે માહિતી મેળવી આ પ્રકારના ગુના બનવા અંગે પેટર્ન જાણવા વિસ્તૃત માહિતી રજુ કરવા સંબંધિત વિભાગોને જણાવ્યું હતું. આ સિવાય તેમણે ભ્રષ્ટાચાર નિવારણ સંદર્ભે જિલ્લાના નાગરિકો વધુ જાગૃત બને તે મુજબ પ્રચાર-પ્રસાર કરવા સુચનો કર્યા હતા.
આ ઉપરાંત બેઠકમાં ગુજરાત તકેદારી આયોગ દ્વારા મોકલવામાં આવેલ કેટેગરી એ,બી,સી, મુજબનાં કેસો તથા લોકો તરફથી મળેલ ફરિયાદો પડતર કેસો, વહીવટી કચેરીઓમાં કેટેગરી વાઇઝ ફરીયાદ રજીસ્ટર નિભાવવા બાબત, તમામ કચેરીઓમાં લાંચ રૂશ્વતને લગતી ફરિયાદો માટેના બોર્ડ નિભાવવા, પડતર વિજીલન્સ કેસોનો ઝડપી નિકાલ કરવા અંગે, એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં મળેલ તપાસ અરજીઓની અને ખાતાકીય તપાસના કેસોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ કલેકટર-1 તૃપ્તિ પટેલ,માર્ગ અને મકાન વિભાગના મનીષ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ધારા પટેલ, મદદનીશ નિયામક એ.સી.બી સુરત શ્રી ચૌધરી, સહિત અન્ય સંબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦