જિલ્લા પંચાયત તાપીના ૧૫માં નાણાપંચ હેઠળના મંજુર થયેલા ગ્રામ્ય કક્ષાના વિકાસ લક્ષી કામો શરૂ ન કરવા અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી ડી કાપડીયા ઘ્વારા ગ્રામ પંચાયતના કેટલાક સરપંચશ્રીઓ તેમજ સુપરવાઈઝર અધિકારીઓ ત.ક.મંત્રીઓ વિરુધ્ધ શરૂ કરેલ કાર્યવાહી
માહિતી બ્યુરો, વ્યારા તાપી તા.૦૨ ૧૫ માં નાણાપંચ યોજના હેઠળના નાણાંકીય વર્ષ ૨૦૨૦–૨૧ તથા ૨૦૨૧–૨૨ના ગ્રામ્ય કક્ષાના કામો મંજુર કરવામાં આવેલ છે. આ ફાળવેલ વિકાસ લક્ષી કામો પરત્વે ભૌતિક તેમજ નાણાંકીય પ્રગતિની સમીક્ષા કરવામાં આવતા, જિલ્લામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતો ઘ્વા૨ા નાણાંકીય વર્ષ–૨૦૨૦–૨૧માં વ્યારા તાલુકાની -૧ તથા વર્ષ–૨૦૨૧–૨૨ માં વ્યારાની કુલ-૩૩, સોનગઢ તાલુકાની-૩૯, ઉચ્છલ તાલુકાની –૭, વાલોડ તાલુકાની–૫ તથા કુકરમુંડા તાલુકાની–૨ આમ, જિલ્લાની કુલ–૮૬ ગ્રામ પંચાયતોમાં ગ્રામ્ય કક્ષાના પ્રજાલક્ષી વિકાસના કામો છેલ્લા ૨(બે) વર્ષ ઉપરાંત સમય થયેલ હોવા છતાં, સબંધિત સરપંચશ્રીઓ તથા તલાટી કમ મંત્રીશ્રી ઘ્વારા કામો શરૂ કરવામાં આવેલ નથી. આ બાબતો જિલ્લા વિકાસ અધિકારીશ્રી.ડી.ડી. કાપડીયાના ઘ્યાને આવતા સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, ટેકનીકલ, સુપરવાઈઝર સ્ટાફ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતનાઓને કારણદર્શક નોટીસ આપી ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમો તેમજ શિસ્ત અને અપિલના નિયમો અન્વયે પગલા લેવા તાકીદ કરવામાં આવી છે.
000000