તાપી જિલ્લાની સંચારી રોગચાળા અટકાયત માટે બેઠક યોજાઇ

Contact News Publisher

તાપી જિલ્લામાં સીકલસેલ અંગે નાગરિકોને ખાસ જાગૃત કરવાની જરૂર છે. : કલેકટરશ્રી ભાર્ગવી દવે
…………

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.31 તાપી જિલ્લામાં સંચારી રોગ નિયંત્રણ સમિતિની બેઠક કલેકટરશ્રી ભાર્ગવી દવેના અઘ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.

કલેકટરસુશ્રી દવેએ જણાવ્યું હતું કે, લેપ્ટોસ્પાયરોસીસ રોગ ગંભીર બાબત છે. આ બાબતે નાગરિકોમાં જાગૃતતા લાવવી ખુબ જરૂરી છે. તેમણે મેલેરીયાના રોગ માટે નાગરિકોને ઘેરાયેલા પાણીને ઘર કે કામકાજના સ્થળોથી દૂર કરવા જાગૃત કરવા સુચન કર્યું હતુ. કલેકટરશ્રીએ ખાસ ઉમેર્યુ હતું કે, તાપી જિલ્લામાં સીકલસેલ અંગે નાગરિકોને ખાસ જાગૃત કરવાની જરૂર છે. જિલ્લામાં સિકલસેલના દર્દીઓમા મહિલાઓની સંખ્યા અને ગર્ભવતી મહિલાઓ હોય તો તેઓને આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા ઉમેર્યું હતું. આ ઉપરાંત તેમણે તમામ કોલેજોમાં તમાકુ નિયત્રણ કાર્યક્રમ અંગે સેમીનાર અને ફિલ્મ નિદર્શનના માધ્યમથી યુવાઓને જાગૃત કરવા સુચન કર્યું હતુ.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડિયાએ વ્યારા અને સોનગઢ નગર વિસ્તારમા સ્ટ્રીટ ડોગની સંખ્યા વધતા તેઓને પાંજરપોરમાં મુકવાની વ્યવસ્થા કરવા અંગે સંબધિત અધિકારીશ્રીને જણાવ્યું હતું. ઉપરાંત જિલ્લાની હોસ્પિટલોમાં દવાઓનો પુરતો સ્ટોક અંગે તથા પ્રિકોશન ડોઝ અંગે જરૂરી માહિતી મેળવી જિલ્લાના તમામ ફ્રન્ટલાઇનરસએ પ્રિકોશન ડોઝ લીધો હોય તેની તકેદારી રાખવા સુચના આપી હતી.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવા દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી આરોગ્ય વિભાગની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત માટે લેવાયેલ પગલા, ચોમાસની ઋતુમાં ક્લોરીનેશન સંદર્ભે ટેસ્ટ, ક્લોરીન ટેબલેટનું વિતરણ તથા બ્લીચીંગ પાવડરના છંટકાવ અંગે,તમાકુ નિયંત્રણ ધારા હેઠળ વસુલવામાં આવેલ દંડ, ડેન્ગયુ, મલેરીયા, ચીકનગુનિયા, ફાઇલેરીયાના કેસો અને તેને નિયંત્રણમાં લેવામાં આવેલ અસરકારક પગલા તથા કલાઈમેટ ચેન્જ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ સાથે સિવિલ સર્જન ડૉ.નૈતિક દ્વારા જનરલ હોસ્પિટલમાં કોવિડ સંદર્ભે કરવામાં આવેલ આગોતરી તૈયારીઓ અંગે જાણકારી આપતા સૌને માહિતી આપી હતી કે, વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે 100 બેડ, 15 આઇ.સી.યુ બેડ, 85 ઓક્શિજન વાળા બેડ, 20 ઓકસીજન કોન્સેન્ટ્રેટર, 200 જમ્બો સિલિન્ડર, 07 ઓક્સીજન ડુરાની, 01 ઓક્સીજન પોર્ટા અને 1000 LPM ધરાવતો PSA પ્લાન્ટ અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત હોસ્પિટલ ખાતે કોવિડ સંદર્ભે નિમેલ નોડલ ઓફિસરો,ડોક્ટરોની ટીમ અને હોસ્પીટલના સ્ટાફને તાલીમ અને મોકડ્રીક દ્વારા તૈયાર કરવામાં આવેલ છે એમ ઉમેર્યું હતું.

બેઠકમાં તમામ તાલુકા હેલ્થ ઓફિસરો સહિતના સબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other