તાપી જિલ્લામાં વિદેશથી આવનાર મુસાફરો જોગ
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.30: વૈશ્વિક સ્તરે કોવિડ-૧૯ના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે .જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયા,બ્રાઝિલ,ફ્રાન્સ અને ચીન જેવા દેશોમાં કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ભારતમાં કોવિડ-૧૯ના સંક્રમણ અટકાવવા હેતુ સરકાર દ્વારા 1લી જાન્યુઆરી, 2023ના રોજ સવારે 10:00 વાગ્યાથી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ચીન,સીંગાપોર, હોંગકોંગ ,રીપબ્લીક ઓફ કોરિયા, થાઇલેન્ડ અને જાપાનથી
તમામ મુસાફરના RTPCR ટેસ્ટ 72 કલાકની અંદર હાથ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટીવ આવે તે રીપોર્ટ અને સેલ્ફ ડીક્લેરેશન “Air Suvidha Portal” પર અપલોડ કરવા માટે જણાવવામાં આવેલ છે જેથી કરીને ઉક્ત દેશોમાંથી આવેલ મુસાફરોને સરળતાથી ટ્રેસ કરી શકાય. આ સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ભારતમાં વિકસતી COVID19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે.એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
000000000000000