તાપી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કરાઇ

Contact News Publisher

186 દિવ્યાંગ બાળકોને 16 પ્રકારના અલગ-અલગ સાધનોની સહાય કરાઇ
………
માહિતી બ્યુરો તાપી,તા.29: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ તેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યારામાં બીઆરસી ભવન ખાતે તાલુકો ડોલવણ, તાલુકો વાલોડ અને તાલુકો વ્યારાના ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકો માટે સાધન સહાયનું વિતરણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા અને જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેનશ્રી સરિતાબેન વસાવાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું. જેમાં 186 કુલ બાળકોએ લાભ લીધો તથા 16 પ્રકારના અલગ-અલગ સાધનો દિવ્યાંગ બાળકોને વિતરણ કરવામાં આવ્યા હતા. જેમ કે ટ્રાઇસિકલ ચેર કેલીપર એમઆરપીટ જેવી અલગ અલગ વસ્તુઓ રાજ્ય કચેરી દ્વારા ફાળવવામાં આવેલ આ સાધનોનો આજે વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મહાનુભાવોએ બાળકો અને વાલીઓને પ્રોત્સાહન આપતા અભ્યાસમાં સતત આગળ વધવા પ્રેરણા આપી હતી. આ સાથે તાપી જિલ્લા તંત્ર સદાય દિવ્યાંગ બાળકોને મદદરૂપ થવા માટે પ્રતિબધ્ધ છે એવો વિશ્વાસ આપ્યો હતો. કાર્યક્રમમાં આ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી કોડિટરશ્રી તમામ તાલુકા-જિલ્લા તેમજ જિલ્લા વિભાગના તમામ સ્પેશિયલ એજ્યુકેશન મિત્રો હાજર રહી સક્રિય પ્રસાસો દ્વારા તમામ જરૂરિયાતમંદ બાળકોને લાભ અપાવ્યો હતો.
000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *