મતગણતરી દરમિયાન તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા
ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, ઉમેદવારો અને એજન્ટો તથા પત્રકારશ્રીઓ માટે માર્ગદર્શિકા જાહેર
(માહિતી બ્યુરો વ્યારા -તાપી) તા.૦૬: ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર થયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના ચૂંટણી કાર્યક્રમ અનુસંધાને તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા (અ.જ.જા) તથા ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા મતવિભાગોની મતગણતરી આગામી તા.૦૮/૧૨/૨૦૨૨ના રોજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢ ખાતે સવારના ૮.૦૦ કલાકે હાથ ઘરવામાં આવનાર છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર મતગણતરી હોલ (Counting Hall) ખાતે કોઇપણ વ્યક્તિને સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઇલ ફોન વગેરે ઉપકરણો સાથે પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવેલ છે. અધિકૃત વ્યક્તિઓએ તેમને જારી કરવામાં આવેલ ઓળખપત્ર સાથે જ પ્રવેશ કરવાનો રહેશે તથા નીચે મુજબની સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
– ચૂંટણી ફરજના કર્મચારીઓ માટે
મતગણતરી હોલ ખાતે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ તેમના પ્રવેશકાર્ડ બતાવીને જ પ્રવેશ કરવો તથા તેમની સાથે કોઇપણ પ્રકારના મોબાઇલ ફોન કે સંચારના સાધન સાથે પ્રવેશ કરવો નહીં.
પોલીસ કર્મચારીઓ માટે
પોલીસ કર્મચારીઓએ તેમની ફરજ દરમિયાન મતગણતરી હોલ ખાતે મોબાઇલ ફોન કે સંચારના અન્ય કોઇ સાધન સાથે પ્રવેશ કરવો નહી તેમજ કોઇપણ વ્યક્તિને મોબાઇલ ફોન સાથે પ્રવેશ કરવા દેવો નહી.
– ઉમેદવારો તથા મતગણતરી એજન્ટો માટે
મતદાર વિભાગના ઉમેદવારો કે તેમના મતગણતરી એજન્ટોએ તેમને જારી કરવામાં આવેલ ઓળખકાર્ડ સાથે જ મતગણતરી હોલ ખાતે પ્રવેશ કરવો તેમજ કોઇપણ પ્રકારના મોબાઇલ ફોન કે વાયરલેસ સેટ કે સંચારના સાધન સાથે રાખી પ્રવેશ કરવો નહી.
પત્રકારો માટે
પત્રકારોએ તેમને જારી કરવામાં આવેલ ઓળખકાર્ડ સાથે જ આવવું તથા પત્રકારો માટે અલગથી તૈયાર કરાયેલ મિડીયારૂમમાં સ્થાન લેવું.
મતગણતરી કેન્દ્ર ખાતે પુરતા પ્રમાણમાં ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મતગણતરી કેન્દ્ર ખાતે મિડીયારૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મતગણતરી કેન્દ્ર ખાતે કોઇ અનઇચ્છનિય બનાવ ન બને તે માટે ફાયર ફાઇટર તૈનાત કરવામાં આવેલ છે.
મતગણતરી કેન્દ્ર ખાતે ૨(લે) ૧૦૮ તૈનાત કરવામાં આવેલ છે.
– ભારતના ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ મતગણતરી કેન્દ્ર ખાતે સુરક્ષા અર્થે થ્રી-ટાયર બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
> મતત્રણતરી કેન્દ્ર ખાતે પરિણામ તેમજ અન્ત્યની સુચનાઓની જાહેરાત માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મતગણતરી કેન્દ્ર ખાતે નીચે મુજબની વિગતે કંટ્રોલ રૂમ નંબર છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીનો કંટ્રોલરૂમ નંબર
૦૨૬૨૪-૨૯૯૦૩૦
ચૂંટણી અધિકાર શ્રી, ૧૭૧-વ્યારા
(અ.જ.જા) નો કંટ્રોરૂમ નંબર
૦૨૬૨૪-૨૯૯૦૨૯
ચૂંટણી અધિકારીશ્રી, ૧૭૨-નિઝર (અ.જ.જા) નો કંટ્રોલરૂમ નંબર
૦૨૬૨૪-૨૯૯૦૨૮
ઉપર પ્રમાણેની સુચનાઓનો મતગણતરી હોલ ખાતે પ્રવેશ કરનાર અધિકૃત વ્યક્તિઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેની નોંધ લેવાજિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટર ભાર્ગવી દવે( IAS )એ અખબારી યાદીમાં જણાવ્યું છે.
૦૦૦૦૦૦