હુન્ડાઇ વેરના કારમાં હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે કુલ ત્રણ લાખનાહહહ મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપીનાઓ દ્વારા વિધાનસભા ચુંટણીની ટુંક સમયમાં મતગણતરી હોય, પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને આજરોજ પો.ઇન્સ.શ્રી, આર.એમ. વસૈયા, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફના પોલીસ માણસો સાથે ઉચ્છલ તાલુકાના મોજે સાકરદા રેલ્વે ફાટક પાસે, ને.હા.નં.- ૫૩ના ઓવર બ્રીજ નીચે વાહન ચેકિંગમાં હાજર હતા ઉચ્છલ તરફથી એક સીલ્વર કલરની હુન્ડાઇ વેરના કાર નં.- GJ-01-KQ-2943 ની આવતા ચેકિંગ માટે તે કારને પોલીસના માણસોએ સાઇડમાં કરાવી ચેક કરતા કારની પાછળની સીટના ભાગે તથા ડીકીમાં ખાખી કલરના પુંઠાના બોક્ષમાં દેશી દારૂ સુગંધી સંત્રા ભરેલ હોય આરોપીઓ- ફીલીપ અગરીયાભાઇ ગામીત, ઉ.વ.૨૮, રહે. હાલ- મચ્છી માર્કેટ, સોનગઢ, તા.સોનગઢ, જી.તાપી મુળ રહે.કુવા ફળીયુ, ચોરવાડ, તા.સોનગઢ, જી.તાપીને તેના કબ્જાની હુન્ડાઇ વેરના કાર નં.- GJ-01-KQ-2943, આશરે કિં.રૂ! ૨,૦૦,૦૦૦/- નીમાં ભારતીય બનાવટનો દેશી દારૂ સુંગધી સંત્રા દારૂની, કંપની સીલબંધ નાની કુલ બોટલો નંગ-૧૯૨૦ જેની કુલ કિં.રૂ! ૯૬,૦૦૦/- ના પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૧, આશરે કિં.રૂ! ૫૦૦૦/- તથા એક ફાસ્ટેગ સ્ટીકર, કિં.રૂ! ૦૦/- મળી કુલ્લે રૂ! ૩,૦૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી, આર.એમ.વસૈયા, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો.જગદીશભાઇ જોરારામ, અ.પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, તેમજ પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપી સ્ટાફના અ.હે.કો.બીપીનભાઇ રમેશભાઈ, અ.હે.કો.લેબજીભાઇ પરબતજીભાઇ, અ.પો.કો.દિપકભાઇ સેવજીભાઇ તથા અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.