ડોલવણ તાલુકાના ચાકધરા ગામે ‘ રેક્ઝીન બેગ મેકિંગ’ વિષય ઉપર દ્વિમાસિક વ્યવસાયિક તાલીમ યોજાઇ
રેકઝીન મટીરીયલમાંથી શોપિંગ બેગ, પર્સ, ટ્રાવેલિંગ બેગ, શેવિંગ કીટ, પાઉચ, વોટર બોટલ બેગ, સાઇડ પર્સ, કોલેજ બેગ જેવા વિવિધ આર્ટીકલ્સ બનાવતા શીખવવામાં આવ્યા
………………….
માહિતી બ્યુરો, તાપી. તા.06: કૃષિ વિજ્ઞાન કેન્દ્-તાપી, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા અને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી ઇન્સ્ટિટયુટ, ગુજરાત સરકાર, બાજીપુરા સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ડોલવણ તાલુકાના ચાક્ધરા ગામે ૦૧ ઓક્ટોબર, ૨૦૨૨ થી ૦૫ ડિસેમ્બર, ૨૦૨૨ (૨ મહિના)દરમ્યાન ‘રેકઝીન બેગ મેકિંગ’ વિષય પર દ્વિમાસિક વ્યાવસાયિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ચાકધરા ગામની કુલ ૩૦ આદિવાસી યુવા મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ ઉદ્યોગ સાહસિકતા વિકાસ ઉપર ભાર મુકતા સર્વે તાલીમાર્થીઓને વિસ્તૃતમાં રોજગારલક્ષી પ્રવૃતિ શરૂ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે રેકઝીન મટીરીયલમાંથી વિવિધ આર્ટીકલ્સ જેવા કે, શોપિંગ બેગ, પર્સ, ટ્રાવેલિંગ બેગ, શેવિંગ કીટ, પાઉચ, વોટર બોટલ બેગ, સાઇડ પર્સ, કોલેજ બેગ વિગેરેનું સર્વે તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમ્યાન ન.કૃ.યુ., નવસારીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન. એમ. ચૌહાણએ મુલાકાત લઇ તાલીમાર્થીઓને ગૃહઉદ્યોગ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કેવિકે વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડયાએ તાલીમ દરમ્યાન ઉપસ્થિત રહી રોજગારલક્ષી તાલીમ થકી પ્રવૃતિ શરૂ કરવા પર ભાર મૂકતા સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાના શ્રી હર્ષદભાઇ ત્રિવેદી અને શ્રી દિપકભાઇએ પણ તાલીમાર્થીઓને કૌશલ્ય વિકાસ તાલીમનું મહ્ત્વ સમજાવી પ્રેરણા આપી હતી. તાલીમમાં ઇન્સ્ટ્રકટર તરીકે શ્રીમતી મીનાબેન અને શ્રીમતી અંજનાબેન હાજર રહ્યા હતા. તાલીમના અંતે, તાલીમાર્થીઓએ પોતાના તાલીમ અંગેના અનુભવો રજૂ કર્યા હતા. તાલીમના આયોજન માટે જીવન વહળ ટ્રસ્ટ, બરડીપાડાના સીસ્ટર ચીનામ્મા અને શ્રીમતી ઇન્દુબેન અને મધુબેન મદદરૂપ થયા હતા.
0000000000000