ગોડધા-કલકવા ગામની આદિવાસી દિકરી ડો.નિલેશ્વરી કિરણભાઈ ચૌધરીની BCCIમા અન્ડર -16 આસામ ક્રિકેટ ટીમની ફિઝિયો તરીકે પસંદગી થઈ
( માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા:૦૫: તાપી જિલ્લાના વાલોડ અને ડોલવણ તાલુકાના સરહદે આવેલ ગોડધા-કલકવા (ચૌધરી ફળિયા) ની આદિવાસી દિકરી ડો.નિલેશ્વરી કિરણભાઈ ચૌધરીએ તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. ડો.નિલેશ્વરી (MPT Sports )માલીબા કોલેજ,બારડોલીથી માસ્ટર ડીગ્રી મેળવી છે.હાલમાં તેણી વ્યારા ખાતે સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ગુજરાત ની DLSS ( ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલ)માં ફિઝિયો તરીકે સેવા આપે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આયોજિત વિજય મર્ચન્ટ ટ્રોફી અંડર- ૧૬ ક્રિકેટ ટુર્નામેન્ટ હાલમાં સુરત ખાતે ચાલી રહી છે. ત્યારે આ ખેલાડીઓ માટે આસામની ટીમ માટે ફિઝિયો તરીકે પસંદગી થતા ડો.નિલેશ્વરી તાત્કાલિક ફરજ અદા કરી રહી છે. તાપી જિલ્લાની આ આદિવાસી કન્યા ગૌરવશાળી પ્રતિભા સાથે ટેકવોન્ડો કરાટે માં 1st Dan બ્લેક બેલ્ટ ની ડિગ્રી પણ ધરાવે છે. સામાન્ય ખેડૂત પરિવારની આ દિકરીએ તાપી જિલ્લાનું નામ રોશન કર્યુ છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામજનોએ તેની ઉજ્વળ કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
તાપી ડિસ્ટ્રીકટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર ચેતન પટેલે જણાવ્યું હતું કે ડો.નિલેશ્વરીએ ખેલો ઈન્ડિયા એથ્લેટિક્સ માં હરિયાણા ખાતે ફિઝિયો તરીકે શ્રેષ્ઠ સેવા આપી હતી. BCCI દ્વારા આયોજીત વિજય મર્ચન્ટ ટ્રોફી અન્ડર ૧૬ ટુર્નામેન્ટ ચાલી રહી છે ત્યારે તાપી જિલ્લામાંથી તેની પસંદગી થતા આપણા સૌ માટે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરું છું.
000000