“રન ફોર વોટ, વોટ ફોર તાપી” થીમ આધારે વ્યારા નગરમાં ભવ્ય મતદાન જાગૃતિ રેલી યોજાઇ: 1800થી વધુ નાગરિકોએ ભાગ લીધો

Contact News Publisher

સમગ્ર ગુજરાતમાં મહત્તમ મતદાન આપણા તાપી જિલ્લામાંથી થાય તેના માટે જાગૃત બની મતદાન કરવા અપીલ કરતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવે
………………………

(માહિતી બ્યુરો વ્યારા)તા.24 તાપી જિલ્લાના મુખ્ય મથક સ્થિત વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે આશરે 1800 જેટલા વિદ્યાર્થીઓ અને નાગરિકો મતદાન જાગૃતિ રેલી “રન ફોર વોટ, વોટ ફોર તાપી” થીમ આધારે મતદાન જાગૃતિ રેલીનું આયોજન જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવી, વ્યારા મામલતદાર એચ.જે.સોલંકી સહિત વ્યારા ચિફ ઓફિસરશ્રી ધર્મેશ ગોહિલની ઉપસ્થિતીમાં કરાયું હતું.
આ મતદાનની જાગૃતિ માટે નીકળેલી રેલીમાં સુત્રોચ્ચારથી સમગ્ર વ્યારા શહેર ગુંજી ઉઠ્યું હતું. તાપી જિલ્લા ચૂંટણી તંત્ર અને વ્યારા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતેથી નીકળી સ્કુલ રોડ, જુના બસ સ્ટેન્ડ સુરતી બજાર, હરીપુરા થઇ મેઇન રોડ થઇ સયાજી ગ્રાઉન્ડ ખાતે પરત ફરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી આપણા જિલ્લામાં પ્રથમ તબક્કમાં 1 ડિસેમ્બર 2022 ગુરૂવારના રોજ સવારે 8થી સાંજે 5 કલાક સુધી મતદાન થનાર છે. જેના માટે મતદારોને જાગૃત કરવાના અર્થે આજે વ્યારા નગરમાં “રન ફોર વોટ” રેલીનું આયોજન કરાયું હતું. જેમાં 1800થી વધારે સંખ્યામાં શાળાના, કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ સરકારી કચેરીના અધિકારી-કર્મચારીઓ તેમજ વ્યારા નગરના જાગૃત નાગરિકોએ પણ ભાગ લીધો હતો. આગામી ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો મતદાન કરે જેમાં ખાસ કરીને 80 વર્ષથી ઉપરના વડીલો મતદારો, 18 વર્ષના યુવા મતદારો, સગર્ભા માતાઓ અને બહેનો સહિત તમામ મતદારો માટે સુંદર વ્યવસ્થાનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયું છે.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના દરેક મતદાન મથક પર પીવાના પાણી, મતદારોના લાઈન માટે તેમજ બેસવાની વ્યવસ્થા, શૌચાલય, હેલ્પ ડેસ્ક જેવી વિવિધ વ્યવસ્થા છે. આ ઉપરાંત જિલ્લાના યુનિક મતદાન મથકો, સખી મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથકો જિલ્લાન મોડલ મતદાન મથકો સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આકર્ષણનું કેન્દ્ર બનશે એમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે સૌ નાગરિકોને સમગ્ર ગુજરાતમાં મહત્તમ મતદાન આપણા જિલ્લામાંથી થાય તેના માટે જાગૃત બની મતદાન કરવા અપીલ કરી હતી.
આ રેલીમાં વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, કે.કે.કદમ કન્યા વિદ્યાલય, જે.બી.એન્ડ એસ.એ, કે.બી.પટેલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, ડી.એલ.એસ.એસ સ્પોર્ટસ સ્કુલ, હોમિયોપેથીક સ્કુલ, અને નગરપાલીકા વ્યારા સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓ પણ રેલીમાં મતદાન જાગૃતિના સુત્રો દર્શાવેલ વિવિધ બેનરો હાથમાં લઇ વ્યારા નગરની આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા.
આ સિવાય રેલીના અંગે “ટીમ તાપી” દ્વારા નિર્માણ પામેલા મતદાન જાગૃતિના ગીતોના તાલ પર મન મુકીને ઝુમ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ લીંબુ પાણી, બિસ્કીટ અને ચા માણી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, સોનગઢ નગરપાલિકા ખાતે “મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત “રન ફોર વોટ, વોટ ફોર તાપી” તા-૨૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૮.૩૦ કલાક થી મામલતદારશ્રીની કચેરીથી શિવાજી ચોકથી નગરપાલિકા કચેરી, હાથી ફળીયા થઇ પારેખ ફળીયા જુના ગામ મેઇન રોડથી બાપા સીતારામ નગરથી ઉકાઇ રોડ,બ્રાહ્મણી ફળીયાથી સ્ટેટ બેંક થઇ શિવાજી ચોક થી મામલતદારશ્રીની કચેરી ખાતે પરત થશે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other