જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઇ
તાપી જિલ્લામાં ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય તેના માટે સક્રિય પ્રયાસો હાથ ધરવા તાકીદ કરતા જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
………………
ટ્રાફિક નિયમો તમામ માટે સરખા છે નાગરિકોને રોડ સેફ્ટીના નિયમો અંગે જાગૃત કરો: જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે
………………
માહિતી બ્યુરો, તાપી, તા.૨૧: સહાયક માહિતી વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી તાપી દ્વારા ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે વિવિધ મુદ્દાઓની સમિક્ષા કરતા સૌને સુચન કર્યું હતું કે, ટ્રાફિક નિયમો ગ્રામ્ય તથા શહેરી તમામ નાગરિકો માટે સરખા છે. તમામ રોડ સેફ્ટીના નિયમો અંગે જાગૃત થાય તે જરૂરી છે. તેમણે સૌ અધિકારીઓને જાહેર સ્થળો સહિત શાળા-કોલેજોમાં રોડ સેફ્ટી અંગે ખાસ જાગૃતિ અભિયાન હાથ ધરવા સુચન કર્યા હતા. આ ઉપરાંત લાયસન્સ, સીટ બેલ્ટ અને હેલ્મેટ વગર કોઇ ગાડી ન ચલાવે તેના માટે નેત્રમ દ્વારા નોટીસ અને દંડ ફટકારવાની કડક શબ્દોમાં સુચના આપી હતી. આ ઉપરાંત જિલ્લામાં થયેલા વિવિધ રોડ અકસ્માતોને અતિ ગંભિર મુદ્દો ગણાવી નાગરિકોને નિયમોના પાલન કરવા જાગૃત કરવા, જીપ, રીક્ષા,છકડા કે એસ.ટી બસ તમામને ઓવર લોડ માટે દંડ ઉઘરાવવાની ક્ડક સુચના સંબંધિત અધિકારીઓને આપી હતી.
કલેક્ટરશ્રીએ મેગા ડ્રાઇવ દ્વારા જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારને મળતા વળતર અંગે, લાઇસન્સ મેળવવા માટે, માર્ગ અકસ્માતના બ્લેક સ્પોટ માટે, રખડતા ઢોરના કારણે થયેલા અકસ્માત અંગે અર.ટી.ઓ, પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ લોકોને જાગૃત કરવાની સાથે જિલ્લામાં ઓછામાં ઓછા અકસ્માત થાય તેના માટે સક્રિય પ્રયાસો હાથ ધરવા તાકીદ કરી હતી.
વધુમાં તેમણે મોટા વાહનોને સીટી વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ અંગેના જાહેરનામા અંગે, રખડતા ઢોરને કારણે થયેલા અકસ્માતમાં ઢોરને પાંજરે પુરવા અને તેના માલિક પાસેથી કડક દંડ ઉઘરાવવા, રોડ ઉપરના ખાડાને સત્વરે પુરવા, ગામના સરપંચો સહિત ગ્રામજનોને જાગૃત કરવા, ટ્રાવેલ્સ કંપનીઓના માલિકો અને ટ્રકના માલિકોને ડ્રાઇવરોને આપવામાં આવતી 24 કલાકની ડ્યુટી તથા વિવિધ લાલચોને રોકવા સંબંધિત અધિકારીઓને સુચનો કર્યા હતા. આ સાથે તેમણે સૌને પોતાની કામગીરી જવાબદારી પુર્વક કરી જિલ્લામાં કોઇ રોડ અકસ્માત ન થાય તે માટે સંકલ્પ લેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં એન્ફોર્સમેંટ ઓફ લો, IRAD પેન્ડન્સીનો સમયસર નિકાલ સહિત રોડ એન્જીનીયરીંગ સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે સમિક્ષા કરી કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.આ બેઠકમાં સંબધિત કમિટીના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦