તાપી જિલ્લાના દિવ્યાંગો અને વયોવૃધ્ધ મતદારો માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે ખાસ માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

Contact News Publisher

આવનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં તાપી જિલ્લામા દિવ્યાંગો અને વૃધ્ધો તેમનું મતદાન સુગમ્યયુક્ત વાતવરણમાં સરળતાથી કરી શકે તે માટે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર કટીબધ્ધ
……………
માહિતી બ્યુરો, તાપી, તા.21: તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લામાં આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં દિવ્યાંગો અને વયોવૃધ્ધ મતદારો પણ મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા PWD નોડલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી નિર્મલ ચૌધરીનાં નેતૃત્વ હેઠળ દિવ્યાંગો અને વૃધ્ધો માટે ચૂંટણી સંબંધિત માહિતી માટે માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. દિવ્યાંગોને મતદાન મથકે આપવામાં આવતી વિવિધ સુવિધા અંગે સૌ કોઈ અવગત થાય તે અર્થે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બ્લોક નં.૪, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવાસદન, પાનવાડી તા.વ્યારા, જી.તાપી, ફોન નંબર ૦૨૬૨૬-૨૨૨૨૧૦ ખાતે માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેનો લાભ તાપી જિલ્લાના તમામ દિવ્યાંગો તેમજ વિધાનસભા ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝરમાં નોંધાયેલા તમામ લાભાર્થી મેળવી રહ્યા છે. ઉપરાંત આ માર્ગદર્શન કેન્દ્ર દ્વારા નોંધાયેલા PWD લાભાર્થીઓનો સંપર્ક કરી મતદાન અંગે જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યુ છે. વધુમાં દિવ્યાંગોનાં બુથ પર રેમ્પ સહીત વિવિધ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આવનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં તાપી જિલ્લામા દિવ્યાંગો અને વૃધ્ધો તેમનું મતદાન સુગમ્યયુક્ત વાતવરણમાં સરળતાથી કરી શકે તે માટે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લા કલેક્ટર કચેરી તાપી ખાતે 24*7 મોનેટરિંગ સેલ ખાતે જાહેર નાગરીક/મતદારો માટે ટોલ ફ્રી નં ૧૮૦૦-૨૩૩-૧૦૦૫ તથા ૧૯૫૦ પણ કાર્યરત કરવામાં આવેલ છે.
000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other