હળવદ શિશુમંદિરમાં વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી

Contact News Publisher

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સોળ સંસ્કારમાના એક સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમની વાજતે ગાજતે ઉજવણી

(મયુર રાવલ દ્વારા, હળવદ)  : હળવદમાં આવેલ વિદ્યાભારતી સંલગ્ન શિશુ મંદિર ખાતે પૌરાણિક પરંપરા મુજબ ૧૬ સંસ્કાર માનો ૧ સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ ની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં ઢોલ નગારા સાથે પોથીયાત્રા નીકળી અને વિવિધ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કાર્ય કરવામાં આવ્યું અને હાજર સૌ ભક્તિભાવ થી ઓતપ્રોત થઈ ગયા હતા
આજ રોજ સરસ્વતી શિશુમંદિર ખાતે ત્રણથી પાંચ વર્ષના બાળકોનો વૈદિક પરંપરા મુજબ સોળ સંસ્કાર માંથી એક સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ બાળકના વાંચન લેખનનો પ્રારંભ કરાવવા માટે પ્રાચીન કાળ થી કરવામા આવે છે.
જેમાં કાર્યક્રમની શરૂઆતમા ગોરી દરવાજા સ્થિત શ્રી રામદેવપીર ના મંદિરે થી પોથી યાત્રા વાજતે ગાજતે નિકળી . જેમાં વાલીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ, ભાઈઓ બહેનો જોડાયા . ત્યારબાદ સૌપ્રથમ દીપપ્રાગટ્ય કરી સરસ્વતી માતાજી ની વંદના કરવામાં આવી અને ત્યારબાદ વાતાવરણ ની શુદ્ધિ માટે વાલીઓ દ્વારા અગિયાર વખત ગાયત્રી મંત્રના ઉચ્ચારણ કરી માઁ ગાયત્રી નું સ્મરણ કરી યજ્ઞ કરવામાં આવ્યો. ત્યારબાદ એકવીસ વખત સમૂહ માં સરસ્વતી મંત્રના જાપ જપવામાં આવ્યા ત્યારબાદ વાંચન અને માળા નું પૂજન કરવામાં આવ્યું અને પાટી માં વાલી દ્વારા ૐ લેખન કરી વિદ્યારંભ સંસ્કાર કરાવ્યો…

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *