છોટા હાથી ટેમ્પો સહિત છ લાખનાં વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી. તાપી
() : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના મુજબ
(૧) ગઇ તા.૦૯/૧૧/૨૦૨૨ ના રોજ પો.ઇન્સ. શ્રી, આર.એમ. વસૈયા, એલ.સી.બી. તાપીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી, પી.એમ. હઠીલા એલ.સ.બી. તાપી તથા એલ.સી.બી. સ્કોર્ડના પોલીસ માણસો સાથે કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહને મળેલ સંયુકત બાતમી આધારે મોજે કાટગઢગામની સીમમાંથી પસાર થતો ને.હા.નં.-૫૩, પી.પી. સવાણી સ્કુલની સામે વ્યારા બાયપાસ રોડ પર સોનગઢથી સુરત જતા ટ્રેક પર જાહેરમાં તા.વ્યારાથી આરોપીઓ (૧) જીતેન્દ્ર રવિન્દ્રભાઇ પવાર ઉ.વ.૩૦, રહે હાલ ફ્લેટ નં.- ૮૦૪, બ્રાઉચ બિલ્ડીંગ, સ્પ્રીંગ સીટી, મસાદ, સેલવાસ (ભાડેથી), મુળ રહે. મઠગવાન, તા.અમલનેર, જી,જલોવ (મહારાષ્ટ્ર) (૨) ચંદ્રકાત હિંમતભાઇ પાટીલ, ઉ.વ.૪૦, રહે હાલ ફ્લેટ નં- ૮૦૪ બ્રાઉચ બિલ્ડીંગ, સ્પ્રીંગ સીટી, મસાદ, સેલવાસ (ભાડેથી), મુળ રહે. સોનબરડી, હનુમનખેડા તા.એરંડોલ જી જલગાંવ (મહારાષ્ટ્ર)ને પોતાના કબ્જાના ટાટા ACE સુપર છોટા હાથી ટેમ્પો નં.-DN-09-R-9840, આશરે કિં.રૂ! ૩,૦૦,૦૦૦/- માં ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂની કંપની સીલબંધ, નાનીમોટી બોટલો કુલ-૧૧૨૮ કુલ કિંમત રૂ.૨,૯૫,૨૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ ભરી હેરાફેરી કરતી વખતે મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ.૮,૦૦૦/-, લોખંડના બે મોટા કબાટો, લોખંડ પાઇપોનો દોરીવાળો એક પલંગ, પતરાના નાના ચોરસ પીપ નંગ-૩, તેમજ પ્લાસ્ટીક કોથળાના તાડપત્રી નંગ-૦૨ મળી કુલ્લે કિં.રૂ.૨,૩૦૦/- ના મત્તાનો ઘરવખરીનો સરસામાન સાથે મળી કુલ્લે રૂ! ૬,૦૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :
પો.સ.ઇ.શ્રી, પી.એમ. હઠીલા, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઇ, અ.હે.કો. જગદિશ જોરારામ, અ.હે.કો. લેબજી પરબતજી, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. રવિદ્રભાઇ મહેન્દ્રભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇએ કામગીરી કરેલ છે.