ચૂંટણી પ્રચાર માટે વાહનો તથા લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

Contact News Publisher

મહિતી બ્યુરો,વ્યારા-તાપી તા.07 આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022 તા 01-12-2022 અને તા.05-12-2022ના રોજ થનાર છે. જેથી ચૂંટણી સબબ ઉમેદવારો, રાજકીય પક્ષો, કાર્યકરો વિગેરે દ્ઘારા ચૂંટણીના પ્રચારના કોઈ હેતુ માટે સભા કે સરઘસો યોજે તેમાં માઈકનો ઉપયોગ કરી અવાજનું પ્રદુષણ રોકવા અત્યંત આવશ્યક અને અનિવાર્ય જણાતા તેમજ લાઉડ સ્પીકર વગાડવાથી ધ્વની પ્રદુષણથી લોકોની તંદુરસ્તીને વિપરીત અસર પહોંચે છે. તેમજ લાઉડ સ્પીકરથી લોકોને ખલેલ ન પહોંચે અને લોકો/જાહેર પ્રજાને ધ્વની પ્રદુષણથી મુક્ત રાખવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર સતાની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,આર.જે.વલવીએ તાપી જિલ્લાના તમામ વિસ્તારમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર આથી પ્રતિબંધ ફરમાવેલ છે.

જેમાં ચૂંટણી પ્રક્રિયા દ૨મ્યાન સભા/સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૮:૦૦ કલાક પહેલાં અને ૨ાત્રીના ૧૦:૦૦ કલાક પછી કરી શકાશે નહિ. વધુમાં આ બાબત સ્થાનિક કાયદો અને સબંધિત વિસ્તા૨ની સલામતી વ્યવસ્થાની સ્થિતિ અને હવામાનની સ્થિતિ, તહેવારો, ઋતુ, પરીક્ષાનો સમયગાળો વગેરે જેવી અન્ય સુસંગત વિચારણાને આધિન રહેશે. ચૂંટણી પ્રચારના કામે વાહન ઉપર લગાડેલ હતા લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૮:00 કલાક પહેલાં અને રાત્રીના ૧૦:૦૦ કલાક પછી કરવો નહિ. સબંધત ચૂંટણી અધિકારીશ્રીએ ૫૨વાનગી આપેલ હોય તે સિવાય કોઇ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ ક૨વો નહિ. તદઉપરાંત લાઉડ સ્પીકરના ઉપયોગ વખતે જાહે૨ પર્યાવ૨ણ અને શાંતિનો ભંગ ન થાય તે જોવાનુ રહેશે. સબંધિત ચૂંટણી અધિકારીશ્રીએ લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આપેલ પરવાનગીમાં ૨૫ષ્ટ નિર્દેશ કે૨લ ન હોય તો પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૮:૦૦ કલાક પહેલાં અને રાત્રીના ૧૦:૦૦ કલાક પછી કરી શકાશે નહિ. આ તા.૧૦/૧૨/૨૦૨૨ના કલાક ૨૪.૦૦ સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તા૨માં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other