સામાન્ય ચૂંટણીનો ખ્યાલ આપવાની સાથે મતદાનનું મહત્વ સમજાવતા તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ
સ્વિપ એકટીવીટીઝમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતું જિલ્લા ચૂંટણી તંત્ર તાપી
…………….
માહિતી બ્યુરો વ્યારા -તાપી. તા.07: ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ- -૨૦૨૨ ની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં તાપી જિલ્લા સહિત વિવિધ જિલ્લાઓમાં આગામી ૧લી ડિસેમ્બર,૨૦૨૨ના રોજ પ્રથમ તબક્કોનું તેમજ પમી ડિસેમ્બર,૨૦૨૨ના રોજ બીજા તબક્કાનુ મતદાન યોજાનાર છે. વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ મતદાન થાય, સમાજના દરેક વર્ગો તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે, નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે મતદાનાના દિન સુધી સમગ્ર રાજ્યમાં સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત અવેરનેસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર તાપી જિલ્લામાં નાગરિકોને જાગૃત કરવા સ્વીપ પ્રવૃતિઓ અન્વયે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ સઘન રીતે વિવિધ પ્રવૃતિઓ યોજવા બાબતે ખાસ ધ્યાને આપવામાં આવી રહ્યું છે.
જે અન્વયે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની ક્ચેરીના શિક્ષણ નિરીક્ષક અને સ્વીપ નોડલ અધિકારીશ્રી ગોવિંદ ગંગોડાના સંચાલન હેઠળ અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તાજેતરમાં શાળા કક્ષાએ ચિત્રકલા અને રંગોળીની પ્રવૃતિઓ દ્વારા કલાત્મક રીતે જાહેરજનતાને જાગૃત કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ચુનાવ પાઠશાલાના આયોજન અને રેલી જેવી પ્રવૃતિઓ દ્વારા તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા સામાન્ય ચૂંટણીનો ખ્યાલ આપવાની સાથે-સાથે મતદાનના મહત્વ અંગે નાગરિકોને જાગૃત કરી રહ્યા છે. આમ તાપી જિલ્લામાં સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત જુદા જુદા પ્રકારની જનજાગૃતિની પ્રવૃતિઓ સરાહનીય રીતે કરવામાં આવી રહી છે.
00000000000