તાપી જિલ્લામાં ચૂંટણી ખર્ચને નિયંત્રણમાં રાખવા અને ખર્ચ અંગે મોનિટરીંગ કરવા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી આનંદ કુમાર (IRS)ની નિમણુંક કરવામાં આવી
કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી આંનદ કુમારે ચુંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમોને માર્ગદર્શન આપ્યું.
…………….
ચૂંટણી ખર્ચ સંબંધિત કોઇ પણ ફરિયાદ કે રજુઆત સંદર્ભે ખર્ચ નિરીક્ષક ઓબ્ઝર્વરશ્રી આંનદ કુમારને મો.9427668835 ઉપર સંપર્ક કરવો
…………….
માહિતી બ્યુરો વ્યારા -તાપી. તા.07: આગામી વધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અનુસંધાને ચૂંટણી ખર્ચને નિયંત્રણમાં રાખવા અને ખર્ચ અંગે મોનિટરીંગ કરવા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી આનંદ કુમાર (IRS)ની નિમણુંક કરવામાં આવી છે.
તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી આંનદ કુમારે ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી તાપી જિલ્લાની તમામ ટીમોને ઉમેદવાર દીઠ નિયત કરાયેલી ખર્ચ મર્યાદા સહિતની જાણકારી સાથે ચૂંટણીલક્ષી ખર્ચ આદર્શ આચારસંહિતા તથા મુક્ત અને ન્યાયી ચુંટણીની બાબતને ખાસ લક્ષમાં લઈ પ્રત્યેક ટીમને તેમની ફરજો ચીવટ પૂર્વક અદા કરવા તથા પ્રત્યેક ટીમોએ પોતે જે-તે દિવસે કરેલી કામગીરીનો નિયત સમયસુચીમાં ઉપલી કક્ષાએ વાકેફ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
તાપી જિલ્લાના પ્રજાજનો, રાજકિય પક્ષો, ઉમેદવારો, તેમના સમર્થકો વગેરેને ચૂંટણી ખર્ચ સંબંધિત કોઇ પણ ફરિયાદ કે રજુઆત સંદર્ભે ખર્ચ નિરીક્ષક ઓબ્ઝર્વરશ્રી આંનદ કુમારને મો.9427668835 અથવા બ્લોક નં 08 પ્રથમ માળ,જિલ્લા પંચાયત કચેરી તાપી, જિલ્લા સેવા સદન તાપી – વ્યારા ખાતે સમય સવારે 10.30 થી 12.30 સુધી રૂબરૂ સંપર્ક કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા જણાવાયું છે.
0000000000000