નિઝર સુગર ફેક્ટરી પાસેથી પસાર થતા રસ્તા ઉપર રીક્ષા પલટી : એકનું મોત
(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર ): તાપી જિલ્લાના નિઝર તાલુકાના નિઝર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર મોજે જુના કુકરમુંડા ગામની સિમમાં આવેલ સુગર ફેક્ટરી પાસેથી પસાર થતા રસ્તાના વળાકમાં આજરોજ સવારે સાડા સાત વાગે મરણ જનાર યોગિતાબેન અજીતભાઇ પ્રધાન (રહે. બેજ તાલુકા, કુકરમુંડા, જી. તાપી ઉ.વ-૩૦)તથા ઇજા પામનાર-મહેશ્વરીબેન ભાંગાભાઇ પાડવી તથા જેસનાબેન જયસિંગભાઇ વળવી તથા સવિતાબેન દિલીપભાઇ વસાવે તથા જેસનાબેન અજયભાઇ પ્રધાન તથા અમિતાબેન ગોવિંદભાઇ વળવી તથા દિવલીબેન લક્ષ્મણભાઇ ગાવિત વગેરે તમામ મજૂરો APE પિયોગા રિક્ષા રજી નં.GJ-01-TA-3604 માં બેસીને વેલ્દા ગામે મજુરી કામ અર્થે જતા હતા. તે દરમ્યાન રિક્ષા ચાલક દયનાથભાઇ દિલીપભાઇ પાડવીએ વગર લાઇસન્સે પોતાના તાબાની રિક્ષાના કોઇ પણ દસ્તાવેજ પોતાના પાસે રાખ્યા વગર તથા વિમો નહી ઉતાર્યા વગર બેદરકારીથી પુરઝડપે અને ગફલતભરી રીતે રીક્ષા હંકારી લાવી સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દઈ રિક્ષા પલટાવી દેતા જેમાં બેસેલ ઉપરોક્ત જણાવેલ ૬ મજુરોના શરીરે નાની-મોટી ઇજા પોહચાડી તથા ઉપરોકત ઇજા પામનાર મહેશ્વરીબેનના ડાબા કાન ઉપર ગંભીર ઇજા પોહચાડી તથા ફરિયાદીની પત્ની યોગિતાબેનના માથાના ભાગે તથા ડાબા હાથના કાંડાના ઉપર ગંભીર ઇજા પોહચાડી સારવાર દરમ્યાન મોત નિપજાવી ગુનો કર્યા હતો. નિઝર પોલીસે ફરિયાદી અજીતભાઈ પ્રધાનની ફરિયાદના આધારે આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.