તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના પરિણામે જાહેર શોક દર્શાવતા રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિહ્ન તરીકે આજે સમગ્ર રાજ્યમાં રાજકીય શોક જાહેર કરવામાં આવેલ છે. આ સાથે સમગ્ર ગુજરાતમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવતો હોય તે તમામ ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવામાં માટે સુચના આપવામાં આવી હતી. જે અન્વ્યે આજે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના પરિણામે જાહેર શોક દર્શાવતા રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો હતો. આ સાથે મોરબી દુર્ઘટનાના મૃતકો પરિવારોને આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ મળે તેમજ દિવંગત આત્માઓની પરમ શાંતિ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું.
00000000000