તાપી જિલ્લા ખાતે મોરબી હોનારતના દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઇ
વિવિધ અધિકારી-કર્મચારીશ્રીઓએ સામુહિક રીતે શાંતિપાઠનું ગાયન કરી દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
…………….
(માહિતી બ્યુરો વ્યારા -તાપી.) તા.02: મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આજે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન કરવામાં આવેલ હતું. જેના અનુસંધાને તાપી જિલ્લા ખાતે પ્રાર્થના સભાનું આયોજન મામલતદાર કચેરી
વ્યારાના ઓડિટોરિયમ હોલ ખાતે રાખવામાં કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટરસુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી રાહુલ પટેલ, માર્ગ અને મકાન કાપાઇ મનીષ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી બે મીનીટ માટે મૌન ધારણ કરી આ ઘટનામાં મૃત્યુ પામનાર નાગરિકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.. ત્યાર બાદ પ્રાર્થના સભામાં સંગીત કલાવૃન્દના દિપ્તીબેન દ્વારા મંગલ મંદીર ખોલો” પ્રાર્થના, , “ગુરુચરણ મે બસ ગયો” – કોમલ જોષી દ્વારા, “ભક્તિ કરતા છુટે માર પ્રાણ”-એક્તા પંચોલી, “એકલા જ આવ્યા મનવા”-નિતિન ચૌધરી, “રઘુપતિ રાઘવ રાજા રામ” – પ્રદિપ ચૌધરી અને અલ્કેશ ચૌધરી તથા અંતે સૌએ સાથે મળી “હે નાથ જોડી હાથ”- સામુહિક રીતે શાંતિપાઠનું ગાયન કરી દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
0000000000000