તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન વચ્ચે PPP ધોરણે MOU
જિલ્લાના ૭૩ ગામના સખી મંડળની બહેનો અને હસ્તકલા/હેન્ડીક્રાફ્ટસના કારીગરોને નિષ્ણાંતો દ્વારા તાલીમ અને માર્ગદર્શન થકી આત્મનિર્ભર બનાવાશે
…………….
(માહિતી બ્યુરો વ્યારા -તાપી). તા.01: આજ રોજ સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી વચ્ચે સોનગઢ અને ઉચ્છલ તાલુકાના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને મિશન મંગલમ થકી બનેલ ૭૩ ગામના સખીમંડળોની બહેનોના કૌશલ્ય અને ક્ષમતા વર્ધન માટે MOU કરવામાં આવ્યું હતું.
જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી ડી કાપડીયા અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન વતી શ્રી મધુકર વર્મા અને મહાત્મા ગાંધી નેશનલ ફેલો શ્રી હાર્દિક પરમાર દ્વારા આ MOU અંતર્ગત આવનાર સમયમાં જિલ્લાની આદિજાતિ સખી મંડળની બહેનોને આત્મનિર્ભર બનાવવા તથા જિલ્લામાં હસ્તકલા/હેન્ડીક્રાફ્ટસના વિકાસ અર્થે ઉત્કૃષ્ટ કાર્ય કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ MOU દ્વારા આગામી દિવસોમાં તાપી જિલ્લાની સખીમંડળની મહિલાઓને વિવિધ ચીજ વસ્તુઓ તેમજ હસ્તકલા/હેન્ડીક્રાફ્ટસ અંગે નિષ્ણાત ફૅકલ્ટી દ્વારા તાલીમ આપવામાં આવશે આ સાથે સખી મંડળ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું યોગ્ય માર્કેટીંગ અને પ્રમોશન પણ કરવામાં આવશે. આમ આ MOU થકી તાપી જિલ્લાના ૭૩ ગામના સખી મંડળની બહેનો અને હસ્તકલા/હેન્ડીક્રાફ્ટસના કારીગરોને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ બનશે.
000000000000