આવતીકાલે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લાદક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય,વ્યારા ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળો યોજાશે
તારીખ ૧૪/૧૦/૨૦૨૨ ના રોજ માન. મુખ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાનાર રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ તાપી ની જગ્યાએ પંચમહાલ -ગોધરા ખાતે થી કરવામાં આવનાર છે
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.13: સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી આજે ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨ યોજાનાર છે. ત્યારે આજે તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને રાજ્ય કક્ષાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લામાં દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય,વ્યારા ખાતે સવારે ૧૦-૦૦ કલાકે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે.
તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આદિજાતિ વિભાગ,આરોગ્ય ,કૃષિ,પશુપાલન, ગ્રામવિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, ફિશરીઝ ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, શિક્ષણ વિગેરે જુદા જુદા વિભાગના લાભાર્થીઓને સ્ટેજ ઉપથી પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત મહાનુ ભાવોના હસ્તે યોજનાઓના લાભ હાથોહાથ અપાશે
નોધનીય છે કે ૧૪-૧૫ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ રાજ્યમાં ૩૩ જિલ્લા કક્ષાના અને ૪ મહાનગરપાલિકા કક્ષાના મળી કુલ ૩૭ મેળાનું આયોજન થયેલ છે. જેમા તારીખ ૧૪/૧૦/૨૦૨૨ ના રોજ માન. મુખ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાનાર રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ તાપી ની જગ્યાએ પંચમહાલ -ગોધરા ખાતે થી કરવામાં આવનાર છે. તેમજ આ કાર્યક્રમ નો સમય ૧૧:૦૦ થી ૧૩:૦૦ કલાક નો રહેશે.
000000000000