આવતીકાલે ગરીબ કલ્યાણ મેળા હેઠળ તાપી જિલ્લાના પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી હેઠળની વિવિધ યોજનાઓના ૫૭૦૬ લાભાર્થીઓને રૂ.૨૦૦૧.૮૬ લાખના લાભો મળશે

Contact News Publisher

(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા.13 રાજ્યભરમાં આજે તા.14 અને 15-10-2022ના રોજ ગરીબ કલ્યાણ મેળો-2022 યોજાનાર છે. જેમાં તાપી જિલ્લાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતેથી પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે યોજનાકિય લાભો સાધન સહાયનું વિતરણ કરવામાં આવશે. જે અંતર્ગત તાપી જિલ્લા પ્રાયોજના વહીવટદારશ્રી સુશ્રી અંકિતા પરમારની અખબારી યાદીમાં જણાવ્યાનુસાર તાપી જિલ્લામાં આદિજાતિના લોકોનો સર્વાંગી વિકાસ થાય અને પાયાની સુવિધા મળી રહે તે માટે વિવિશ યોજનાઓ કાર્યરત છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં તાપી જિલ્લામાં પ્રાયોજના વહીવટદારશ્રી કચેરી હેઠળ સમગ્ર સાત તાલુકામાં ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત જુદા જુદા ૨૪ વિકાસના પેટા સદરે સરકારશ્રી તરફથી ફાળવેલ રકમ રૂ.૨૮૩૫.૯૨ લાખ રૂપિયાનું લોકો ઉપયોગી તેમજ સામુહિક કામો જેવા કે વિજળી, પાણી, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવા અગત્યના કામોનો સમાવેશ કરેલ છે.

વધુમાં ન્યુક્લિયસ બજેટ તરીકે મળતી ગ્રાન્ટનો પણ સામાન્ય શિક્ષણ, આરોગ્ય, પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ રોજગાર, પશુપાલન અને ડેરી વિકાસ ક્ષેત્રે અંદાજીત રૂ.૧૦૪.૨૬ લાખ જેવા માતબાર રકમનો વ્યવસ્થિત ઉપયોગ થાય છે, અને દુધ સંજીવની જેવા પ્રોજેકટમાં આદિજાતિની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સુમુલ ડેરી મારફતે સ્કુલના ચાલુ દિવસ દરમિયાન ૨૦૦ M.L, જેટલુ ફલેવર મિલ્ક આપીને બાળકોમાં ખુટતા પ્રોટીન, મિનરલ,વિટામીન અને ખનીજક્ષારોની ઉણપ દુર થાય અને જિલ્લામાં ૧૦૦% કુપોષણ દુર થાય અને ૧૦૦% બાળકો સ્કુલમાં નિયમિત અભ્યાસે આવે તેવા અવગણ પ્રયત્નો કરવામાં આવે છે. પીવાના પાણીની જટીલ સમસ્યા દુર કરવા માટે ચાલતી પાણી પુરવઠાની યોજના ઉપરોક્ત દુર્ગમ વિસ્તારોમાં આદિજાતિ મહિલાને ઘેર ઘેર પીવાનું પાણી મળી રહે તેની યોજના પણ કાર્યરત હોવાથી પીવાના પાણીની સમસ્યા દુર કરવામાં આવે છે.

વધુમાં જિલ્લામાં બોર્ડર વિલેજ અંતર્ગત વિકાસની ગ્રાન્ટ વર્ષે રૂ.૧૨૬૫.૪૩ લાખની જોગવાઇ છે. તેમાં પણ છ પાયાની સુવિધા જેવી કે, આવાસ, વીજળી, રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય અને આજીવિકાના કામો લઇ વિકાસ વેગવંતો બનાવવા તમામ પ્રયત્નો કરવામાં આવે છે. આદિમજુથ છ પાયાની સુવિધામાં વર્ષે રૂ.૩૬૪.૮૦ લાખની જોગવાઇ છે. અને હળપતિ છ પાયાની સુવિધા હેઠળ વર્ષે રૂ.૭૭.૨૫ લાખની જોગવાઇ છે. સી.સી.ડી (કેન્દ્ર સરકાર દ્વારા) મળતી યોજનામાં આદિમજુથ પ્રિમિટીવ ગ્રુપના લોકોને ૯૦% સહાયથી દુધાળા પશુ આપી આર્થિક વિકાસના તમામ પ્રયત્નો કરવામાં આવે છે. જિલ્લામાં આદિમજુથના લોકોનું કલા-કૌશલ્ય જળવાઇ રહે તે માટે પણ રૂ.૧૮.૨૫ લાખની જોગવાઇ કરવામાં આવે છે. અને નહારી કેન્દ્ર હાટ બજાર જેવા કાયમી એસેટ ઉભી કરી લોકોને ઘર આંગણે રોજગારી તેમજ બજારની સેવા પુરી પાડવાનું કામ કરવામાં આવે છે. ૧૦% રાજયકક્ષાની ગ્રાન્ટમાં પણ બોર્ડરને જોડતા રસ્તા, પાણી, મત્સ્યઉદ્યોગ, શિક્ષણ અને વીજળી જેવા કામો લઇ આદિજાતિ લોકોની સુખાકારી વધે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવે છે. FRA ના લાભાર્થી વન અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ જરૂરી અધિકાર પત્રો પણ એનાયત કરવામાં આવે છે.

નોંધનિય છે કે, ગરીબ કલ્યાણ મેળા-૨૦૨૨ માં મેળા પહેલા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તાપી જિલ્લામાં આદિજાતિના કુલ ૨૪૬ લાભાર્થીઓને રૂ.૧૧૭.૫૪ લાખની ગાય/ભેંસ આપવામાં આવેલ છે. મેળા દરમિયાન કુલ ૫૧૯ લાભાર્થીઓને રૂ.૨૩૩.૫૫ લાખના દુધાળા પશુના લાભો મળશે.અને મેળા બાદ કુલ ૩૪૪ લાભાર્થીઓને રૂ.૧૭૦.૬૮ લાખના દુધાળા પશુનો લાભ મળશે. આમ કુલ ૧૧૦૯ આદિજાતિના લાભાર્થીઓને રૂ.૫૨૧.૮૪ લાખના દુધાળા પશુનો લાભ મળશે.

આદિજાતિના ૭૭૩ લાભાર્થીઓને કુલ રૂ.૯૨૭.૬૦ લાખના આવાસો મેળા પહેલા આપવામાં આવેલ છે. મેળા દરમિયાન ૧૪૧ લાભાર્થીઓને રૂ.૧૬૯.૨૦ લાખના આવાસોનો લાભ મળશે.

કુંવરબાઇ મામેરૂના ૩૧૦ લાભાર્થીઓને રૂ.૩૭.૨૦ લાખના લાભો મેળા પહેલા આપવામાં આવેલ છે. મેળા દરમિયાન ૬૭ લાભાર્થીઓને રૂ.૮.૦૪ લાખના લાભો મળશે. આમ કુલ ૩૭૭ લાભાર્થીઓને રૂ.૪૫૨.૪૦ લાખના લાભ મળશે.

આદિજાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે એક વિદ્યાર્થીને રૂ.૧૫.૦૦ લાખ પ્રમાણે ૩ વિદ્યાર્થીઓને કુલ રૂ.૪૫.૦૦ લાખ મેળા દરમિયાન મળશે, આદિજાતિના વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ આદિજાતિના કુલ ૨૩૯ લાભાર્થીઓને મેળા દરમિયાન અધિકાર પત્ર મળશે. આદિજાતિના કુલ ૭ લાભાર્થીઓને રૂ.૨૭.૦૦ લાખના સ્વરોજગારી સહાય મેળા દરમિયાન લાભ મળશે.

આદિજાતિના કુલ ૧૨૬૬ લાભાર્થીઓને રૂ.૧૬૩.૧૬ લાખના ફળાઉ રોપા મેળા દરમિયાન લાભ મળશે. આદિજાતિના કુલ ૨૬૮ લાભાર્થીઓને મેળા પહેલા રૂ.૩૨.૧૬ લાખની, મેળા દરમિયાન ૨૩ લાભાર્થીઓને રૂ.૨.૭૬ લાખની માનવ ગરીમા કીટસ આમ કુલ ૨૩૧ લાભાર્થીઓને રૂ.૩૪.૯૨ લાખની માનગ ગરીમા કીટસ મળશે.

આદિજાતિની ધોરણ-૯ માં ભણતી ૧૫૦૦ વિદ્યાર્થીનીઓને રૂ.૬૭.૯૦ લાખની સાયકલ મેળા દરમિયાન મળશે. આમ ગરીબ કલ્યાણ મેળા-૨૦૨૨ માં મેળા પહેલા ૧૫૯૭ લાભાર્થીઓને રૂ.૧૧૧૪.૫૭ લાખ, મેળા દરમિયાન કુલ ૩૭૬૫ લાભાર્થીઓને રૂ.૭૧૬.૬૧ લાખના લાભો મળશે. આમ મેળા બાદ ૩૪૪ લાભાર્થીઓને રૂ.૧૭૦.૬૮ લાખના લાભો મળશે. આમ કુલ ૫૭૦૬ લાભાર્થીઓને રૂ.૨૦૦૧.૮૬ લાખના લાભો મળશે.
00000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other