ગાંધી જ્યંતિ નિમિત્તે વ્યારા સુરભી સર્કલ સ્થિત “ગાંધી પ્રતિમા” ખાતે “નશાબંધી સપ્તાહ“ અને “વન્ય જીવ સપ્તાહ”નો કાર્યક્રમ યોજાશે
માહિતી બ્યુરોઃ તાપી તા.01: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૩મી જન્મ જયંતી નિમિત્તે તા. ૦૨-૧૦-૨૦૨૨ થી તા. ૦૮-૧૦-૨૦૨૨ દરમ્યાન “ગીર’ ફાઉન્ડેશન – ગાંધીનગર, જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી, વ્યારા, તાપી અને ગુરુકૃપા સેવામય ટ્રસ્ટ, વ્યારાનાં સહયોગથી “નશાબંધી સપ્તાહ“ અને “વન્ય જીવ સપ્તાહ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અધ્યક્ષશ્રી જિલ્લા નશાબંધી સમિતિ અને કલેકટરશ્રી, એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તા. ૦૨/૧૦/૨૦૨૨, રવિવાર, સવારે ૯.૩૦ કલાકે, ‘‘ગાંધીજીની પ્રતિમા” સુરભિ સર્કલ, હેપ્પીનેઝ પાર્લર પાસે, વ્યારા, જિ. તાપી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષશ્રી તરીકે વ્યારા નગર પાલિકા પ્રમુખશ્રી સેજલબેન રાણા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા યોગેશ પટેલ તાપી જિલ્લા સંકલનકાર “NGC” કાર્યક્રમ ‘‘ગીર’’ ફાઉન્ડેશન, ગાંધીનગર, તુષાર ધામેચા સભ્ય સચિવ, જિલ્લા નશાબંધી સમિતિ અને અધિક્ષક- નશાબંધી અને આબકારી વ્યારા, તાપી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
000000000000000