“આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ” અંતર્ગત તાપી જિલ્લાના 8877 વરિષ્ઠ મતદારોને જિલ્લા કલેકટરના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા
વડીલ મતદારોના કારણે જ આપણે વિશ્વમાં ઉત્કૃષ્ટ લોકશાહીના રૂપમાં ખ્યાતિ મેળવી રહ્યા છીએ.: જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા
(માહિતી બ્યુરોઃ તાપી) તા.01: આઠમાં તબક્કાના છેલ્લા સેવાસેતુ કાર્યક્રમ તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને રાણીઆંબા ખાતે યોજાયેલ તથા જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજાયેલ સેવાસેતુમાં વિવિધ ઉચ્ચ અધિકારીઓના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના વરિષ્ઠ મતદારોને પ્રશસ્તિ પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર દેશના 80 વર્ષથી ઉપરના તમામ વરિષ્ઠ નાગરિકોને આટલા વર્ષોથી સતત ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે લોકશાહીમાં ભાગીદારી નોંધાવવા બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવાનો નિર્દેશ છે.
આ પ્રસંગે કલેક્ટરશ્રી વઢવાણિયાએ સૌ વરિષ્ઠ નાગરિકોને દેશનીએ ચૂંટણી પ્રક્રિયામાં વરિષ્ઠ નાગરિકોના સતત યોગદાન બદલ તેઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ માટે આનંદની વાત છે કે લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવા અને ભારતીય લોકશાહીને મજબૂત કરવા માટેના આપના જેવા વડિલો સતત ઉત્સાહથી દેશના યુવાનો માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છો. તેમણે સૌનો આભાર વ્યક્ત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, તમારા જેવા જવાબદાર વડીલ મતદારોના કારણે જ આપણે વિશ્વમાં ઉત્કૃષ્ટ લોકશાહીના રૂપમાં ખ્યાતિ મેળવી રહ્યા છીએ. અંતે તેમણે વિવિધ ચૂંટણીઓ દરમિયાન અમુલ્ય મત આપીને તમારા એક મતના મૂલ્યનો વાસ્તવિક અર્થ સાબિત કર્યો છે. અંતે તેમણે ચૂંટણી દ્વારા રાષ્ટ્ર પ્રત્યેની લોકશાહીની ફરજ નિભાવવા બદલ ચૂંટણી પંચ વરિષ્ઠ નાગરિકોનીએ તાકાત, દ્રઢ મનોબળ અને નિર્ણાયકતાને સલામ કરે છે એમ ઉમેર્યું હતું.
તાપી જિલ્લામાં 8877 મતદારો 80 વર્ષથી ઉપરના છે. આ તમામ મતદારોને આજે સેવાસેતુના કાર્યક્રમ ખાતે તમામ તાલુકાઓમાં મામલતદારશ્રીઓના વરદ હસ્તે તથા વ્યારા પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ દ્વારા અતિ વૃધ્ધ મતદારોને તેઓના ઘરે જઇ રૂબરૂ પ્રશસ્તિ પત્રો આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે વડિલોએ અધિકારીશ્રીઓને આવકારી જિલ્લા પ્રસાશનની ઉમદા કામગીરી સરાહના વ્યક્ત કરી હતી.
00000000000000000