આગામી 30મી સપ્ટેમ્બરે અંબાજી ખાતે યોજાનાર પીએમ કાર્યક્રમમાં તાપી જિલ્લાના 180 ગામો વન વે કનેક્ટીવીટીથી જોડાશે
(માહિતી બ્યુરો વ્યારા) તા.28: આગામી તા.૩૦/૦૯/૨૦૨૨ ના રોજ અંબાજી,બનાસકાંઠા ખાતે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતીમાં આવાસ યોજનાના પસંદગી પામેલ લાભાર્થીઓ સાથે લાઈવ સંવાદ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ તા.30મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૫:૦૦ કલાક થી ૭:૦૦ કલાક દરમ્યાન યોજાનાર છે. જેનું સીધુ પ્રસારણ ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓ સહિત ગ્રામ્ય કક્ષાએ નિહાળવામાં આવનાર છે. આ કાર્યક્રમ અન્વયે તાપી જિલ્લાના કુલ 180 ગામોમાં One-Way Connectivity થી જોડાઈ જીવંત કાર્યક્રમ નિહાળશે.
અત્રે નોંધનિય છે કે, પ્રધાનમંત્રીશ્રી દ્વારા અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪૦૦૦ થી વધુ આવાસોનું લોકાર્પણ – ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. જેને અનુસંધાને તાપી જિલ્લામાં કૂલ-180 ગામોમાં વિવિધ લાભાર્થીઓ કૂલ-269 થી વધુ નવનિર્મિત આવાસમા પ્રવેશ કરનાર છે. આ કાર્યક્રમની સાથે-સાથે તા. 27 થી 30 સપ્ટેમ્બર સુધી “સ્વચ્છતા હી સેવા”ની ઉજવણી અન્વયે તાપી જિલ્લાના વિવિધ મુખ્ય વિભાગો દ્વારા યોજનાકિય કામગીરી અને જનજાગૃતિ અંગેને કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવેલી છે.
0000000000000