આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા વિવિધ માંગણીઓ લઈને તાપી કલેક્ટરશ્રીને આવેદન અપાયું

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલ સરકારશ્રી દ્વારા વિધવા સહાય પેટે 1250 રૂપિયા આપવામાં આવે છે જે મોંઘવારી જોતા ગુજરાન ચલાવવું અશક્ય બની રહ્યું છે, માટે સરકારશ્રી વિધવા સહાયમાં 300 રૂપિયા વધારો કરે એવી માગ કરાઈ. અને જે વિધવાઓને ઉજ્જવલ યોજના હેઠળ ગેસ સિલિન્ડર સો રૂપિયામાં આપવામાં આવ્યા છે જે હાલનો ભાવ 1100 જેટલા હોવાથી સિલિન્ડર ભરાવી શકતા નથી તે સંદર્ભે તત્કાલ ધોરણે ઓછી રકમમાં સિલિન્ડર મળી રહે તેવી વિધવા બહેનોએ અરજ કરી. અને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘની બહેનો દ્વારા અનેક ગામોમાં જરૂરી રસ્તા, આંગણવાડી મકાન, બસ ચાલુ કરવા બાબતે કે સ્કૂલમાં બાળકો માટે જમવા માટે શેડ જેવા અનેક કામોની માંગ કરાઈ.