તાપીના “સખી” વન સ્ટોપ સેન્ટરે ભૂલા પડેલ વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકાર પુરસ્કૃત તાપી જિલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી સંલગ્ન “સખી” વન સ્ટોપ સેન્ટર જનરલ હોસ્પિટલ કેમ્પસ વ્યારા ખાતે કાર્યરત છે.
તા.૧૮/૦૯/૨૦૨૨ સમય સાંજે ૧૯:૪૫ કલાકે સશીકાંતભાઈ થર્ડ પાર્ટીનાઓ દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે કેસ રીફર કરવામાં આવેલ હતો.તેમના જણાવ્યા અનુસાર આ મહિલા કણજા ફાટક વ્યારા વિસ્તારમાંથી મળી આવેલ.જેમનું નામ સરનામું કઈ પણ જણાવતા ના હોવાથી આ મહિલાને “સખી” વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે લઈ આવેલ.
“સખી” વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે મહિલાને આશ્રય સેવા આપી કાઉન્સેલિંગ કરવામાં આવેલ.જે દરમ્યાન જાણવા મળેલ કે તેઓ મરાઠી ભાષા બોલતા હોય સેન્ટરના કર્મચારીઓને આ ભાષા બોલવા કે સમજવામાં અડચણ ઊભી થતાં તાત્કાલિક મહિલા પોલીસ સ્ટેશન વ્યારા ખાતે મદદરૂપ થવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.ત્યારબાદ જે કર્મચારી મરાઠી ભાષા જાણતા હોય તેઓએ કાઉન્સેલિંગ કરેલ પરંતુ તેમનું ચોક્કસ સરનામું ન મળેલ ત્યારબાદ ફરીથી આશ્રિત મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેમણે અલગ અલગ ગામના નામ જણાવેલ જેં આધારે સેન્ટર દ્વારા “સખી”વન સ્ટોપ સેન્ટર પાલઘર,મહારાષ્ટ્રનાઓને કોન્ટેક્ટ કરેલ અને તેઓને જણાવેલ કે આશ્રિત મહિલાનો ફોટો તેઓનો વૉટ્સએપ થકી OSC પાલઘર મોકલાવેલ.અને આ મહિલાનું કોઈ સંપર્ક થાઈ તો સખી વન સ્ટોપ સેન્ટર તાપીનાઓનો સંપર્ક કરવા જણાવેલ.આખરે જેમાં આશ્રિત મહિલાના પુત્રનો સંપર્ક થતાં તેઓએ જણાવેલ કે તેણી તેમની માતા છે.જે ચોક્કસ જણાતા તેમના પુત્રને ટેલિફોનિક સખી વન સ્ટોપ સેન્ટરનું સરનામું જણાવી માતાને લેવા આવવા માટે જણાવેલ.આજરોજ તારીખ ૨૦/૦૯/૨૦૨૨ના રોજ સમય ૧૨:૧૦ કલાકે આ વૃધ્ધ મહિલા ઉ.વ. ૭૭નાઓનો કબજો તેમના પુત્રને સોંપવામાં આવેલ છે. વૃદ્ધ મહિલાને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ.વૃદ્ધ મહિલા સહી સલામત મળતા પરિવારજનો દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર તાપીની કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવેલ. આમ, વૃદ્ધ મહિલાને સેન્ટર દ્વારા કાઉન્સલિંગ અને આશ્રય સેવા પુરી પાડવામાં આવેલ. સેન્ટર ખાતે વૃદ્ધ મહિલાને ઘર જેવું વાતાવરણ પુરુ પાડવામાં આવેલ અને પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવામાં આવેલ.