તાપી જિલ્લાના પીપલવાડ ગામને પ્લાસ્ટિક અને ગંદકી મુક્ત બનાવવા ગ્રામજનોએ સામુહિક સફાઇ હાથ ધરી
Contact News Publisher
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી) તા. 21: સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-૨ અંર્તગત “સ્વચ્છતા હી સેવા”ના દેશ વ્યાપી ઝુંબેશમા તાપી જિલ્લામાં જાગૃત નાગરિકો સ્વયંભૂ જોડાઇ ઉચ્ચ કક્ષાની કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં ડોલવણ તાલુકાના પીપલવાડા ગામ ખાતે સરપંચશ્રી તથા ગ્રામજનો દ્વારા પોતાના ગામને પ્લાસ્ટિક અને ગંદકી મુકત બનાવવા માટે સૌ સાથે મળી સામુહિક સાફ સફાઇ કરવામાં આવી હતી. આ સાથે વિવિધ સુત્રોના ફ્લેશ બોર્ડ સાથે સ્વચ્છતા રેલી યોજી ગ્રામજનોને સ્વચ્છતાના સુત્રોચ્ચારથી જાગૃત કર્યા હતા.
00000000